રોહિત શર્મા પાસે કેપ્ટન તરીકે પોતાને સાબિત કરવા માટે હવે બહુ ઓછો સમય બચ્યો છે. આ વર્ષે ભારતમાં રમાનારા 2023 વર્લ્ડ કપ બાદ કોઈને ખબર નથી કે રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન રહેશે કે નહીં. રોહિત શર્માની ઉંમર હવે 36 વર્ષ થઈ ગઈ છે. 36 વર્ષના રોહિત શર્મા માટે હવે લાંબા સમય સુધી ભારતની કેપ્ટનશીપ સંભાળવી શક્ય નહીં રહે. 2023 વનડે વર્લ્ડ કપ બાદ ભારતીય ટીમને નવા કેપ્ટનની શોધ રહેશે. 36 વર્ષના રોહિત શર્મા હવે વધુ દિવસ માટે ભારતના કેપ્ટન રહી શકશે નહીં. અત્રે જણાવવાનું કે એક એવો ખેલાડી છે જે રોહિત શર્મા બાદ ટીમ ઈન્ડિયાનો કાયમી ટેસ્ટ વનડે અને ટી20 કેપ્ટન બની શકે છે. મેદાન પર આ ખેલાડીનો ખુબ જ આક્રમક અંદાજ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કાયમી કેપ્ટન બની શકે છે આ ખેલાડી
ઋષભ પંત ટીમ ઈન્ડિયાના આગામી કેપ્ટન બની શકે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ઋષભ પંતે ટીમ ઈન્ડિયા માટે શાનદાર પ્રદર્શન કર્યું છે. આ જ કારણ છે કે તેનું ત્રણેય ફોર્મેટમાં જગ્યા પાક્કી થયેલી છે. ઋષભ પંત પાસે એક સ્માર્ટ દિમાગ છે. પંતમાં કેપ્ટન બનવાના તમામ ગુણ પણ રહેલા છે. આઈપીએલમાં દિલ્હી કેપિટલ્સની કેપ્ટનશીપ કરતા પંતે શાનદાર કામ કરેલું છે. ઋષભ પંત હાલ એક્સિડન્ટમાં ઘાયલ થવાના કારણે ટીમ ઈન્ડિયામાંથી બહાર છે. પરંતુ તેઓ જલદી ટીમ ઈન્ડિયામાં પાછા ફરી શકે છે. 


કેપ્ટનશીપમાં ખુબ ચતુર
ઋષભ પંત આવનારા સમયમાં ભારતના ટોપ કેપ્ટનોમાંથી એક હોઈ શકે છે. ઋષભ પંત શીખવામાં ખુબ ચતુર છે. પંતમાં એ ચિંગારી જોવા મળે છે જે આગળ જઈને એક ધધગતી આગ બની શકે છે. પંતની કેપ્ટનશીપમાં દિલ્હી કેપિટલ્સે આઈપીએલમાં શાનદાર પ્રદર્શન કરેલું છે. ઋષભ  પંતમાં એક ચિંગારી છે જેને જો નેચરલ રીતે આગળ વધવા દેવાય તો તે એક આગ બની શકે છે. પંતની એક પોતાની જ સ્ટાઈલ છે અને તેઓ યુનિક બ્રાન્ડની ક્રિકેટ રમે છે. ઋષભ પંતની બેટિંગથી ખુબ એન્ટરટેઈનમેન્ટ થાય છે. દરેક કંડિશનમાં આ યુવા બેટરનો જલવો જોવા મળતો હોય છે. વિકેટકિપિંગમાં પણ ઋષભ પંતનું પ્રદર્શન શાનદાર જોવા મળ્યું છે. પંતની બેટિંગની સ્ટાઈલ પણ ખુબ આક્રમક છે. પંતથી બેસ્ટ કઢાવવાનો એક જ રસ્તો છે કે તેમને એ કરવા દેવામાં આવે જે તેઓ કરવા માંગે છે. 


IPLમાં હવે ક્યારેય નહીં તૂટે ટીમ ઈન્ડિયાના આ 2 ખેલાડીઓને રેકોર્ડ! વીતી જશે વર્ષો


યુવા બેટર યશસ્વી જાયસવાલનો ધમાકો, 13 બોલમાં અડધી સદી ફટકારી બનાવ્યો રેકોર્ડ


IPL 2023: યુઝવેન્દ્ર ચહલે આઈપીએલમાં રચ્યો ઈતિહાસ, બધાને પાછળ છોડી બનાવ્યો મહારેકોર્ડ


નવા કેપ્ટનની માંગણી ઉઠી
રોહિત શર્મા હાલ 36 વર્ષના છે. રોહિત બાદ BCCI કોઈ એવા વ્યક્તિને કેપ્ટન બનાવવા નહીં માંગે જેની કરિયરના ગણતરીના વર્ષો બચ્યા હોય. આવામાં 25 વર્ષના ઋષભ પંતને જલદી કેપ્ટનશીપ મળી શકે છે. વિરાટ કોહલીને 27 વર્ષની ઉંમરે ટેસ્ટની કેપ્ટનશીપ મળી હતી, જ્યારે વનડે અને ટી20ની કમાન તેમને 29 વર્ષે મળી હતી. વિરાટ કોહલીને પાસે પોતાની કેપ્ટનશીપ એન્જોય કરવાનો ઘણો સમય મળ્યો. BCCI નો ટારગેટ હવે આવામાં ઋષભ પંતને નવા કેપ્ટન તરીકે તૈયાર કરવાનો રહેશે. જો ભારતને એક નવો કેપ્ટન જોઈએ તો ઋષભ પંત સારો સારો વિકલ્પ છે. 


ગાવસ્કર પણ કરી ચૂક્યા છે પ્રશંસા
ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કરે પણ એક વાર ઈન્ડિયા ટુડે સાથે વાતચીતમાં કહ્યું હતું કે ઋષભ પંતે થોડા સમયમાં જ ઘણા પ્રભાવિત કર્યા છે અને હવે તેમને કેપ્ટનશીપ આપી દેવી જોઈએ. ગાવસ્કરે મંસૂર અલી ખાન પટૌડીનું ઉદાહરણ આપતા કહ્યું કે પંત તે માટે તૈયર છે. સુનીલ ગાવસ્કરે કહ્યું હતું કે પટૌડી ખુબ નાની ઉમરમાં કેપ્ટન બન્યા હતા અને તેમણે ઘણી સફળતા મેળવી હતી, બરાબર એ જ રીતે પંત કરી શકે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube