નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગની સિઝન 12ના એક મેચમાં મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ પોતાની વિકેટ બચાવવા માટે એક ચાલાક આઈડિયો અપનાવ્યો અને સફળ પણ રહ્યો હતો. વાનખેડે સ્ટેડિયમમાં તેની આ ચાલાતી પર બધા હસવા લાગ્યા હતા. રોહિત શર્મા પણ પોતાનું હાસ્ય રોકી શક્યું નહતું. પરંતુ તેના થોડા સમય બાદ તે 47 રનના વ્યક્તિગત સ્કોર પર આઉટ થઈ ગયો હતો. 


હકીકતમાં હિટમેનના નામથી જાણીતા રોહિત 44 રન પર રમી રહ્યો હતો. ઈનિંગની 10મી ઓવરમાં કૃષ્ણપ્પા ગૌતમનો એક બોલ પર તે પગનો ઉપયોગ કરીને મોટી હિટ લગાવવા ઈચ્છતો હતો. તે 2-3 ડગલા આગળ વધી ગયો, પરંતુ ગૌતમે ચાલાકી દેખાડતા બોલને લેગ સ્ટમ્પની બહાર કરી દીધો હતો. તેવામાં રોહિત શર્માએ સમજદારીનો ઉપયોગ કર્યો અને શરીરથી ઘણો બહાર જતા બોલ પર લત મારી દીધી હતી. 


મુંબઈ ઈન્ડિયન્સ ટીમની સિદ્ધિ, 200 ટી20 રમનારી પ્રથમ ટીમ બની