મુંબઈ ઈન્ડિયન્સ ટીમની સિદ્ધિ, 200 ટી20 રમનારી પ્રથમ ટીમ બની
મુંબઈ ટીમે સમરસેટ કાઉન્ટી ટીમ (199 મેચ)ને પાછળ છોડી છે. ત્રીજા નંબર પર હાલમાં હૈંપશાયરની ટીમ છે જેણે 194 મેચ રમ્યા છે.
Trending Photos
મુંબઈઃ મુંબઈ ઈન્ડિયન્સે વાનખેડે સ્ટેડિયમમાં આઈપીએલ-12ના મુકાબલામાં રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ ઉતરતા એક સિદ્ધિ પોતાના નામે કર લીધી છે. મુંબઈ ટીમનો આ 200મો ટી20 મેચ છે અને તે આટલા ટી20 મેચ રમનારી વિશ્વની પ્રથમ ટીમ બની ગઈ છે. મુંબઈ અને રાજસ્થાન વચ્ચે વાનખેડે સ્ટેડિયમમાં આઈપીએલ-12નો આ 27મો મેચ રમાઈ રહ્યો છે જેમાં રાજસ્થાને ટોસ જીતીને પ્રથમ ફીલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો છે.
રોહિત શર્માની આગેવાનીમાં રમી રહેલા મુંબઈ ટીમે સમરસેટ કાઉન્ટી ટીમ (199 મેચ)ને પાછળ છોડી છે. ત્રીજા નંબર પર હાલમાં હૈંપશાયરની ટીમ છે જેણે 194 મેચ રમ્યા છે. આઈપીએલ ટીમની વાત કરીએ તો ચોથા નંબર પર વિરાટની આગેવાની વાળી ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલોર છે. તો સસેક્સ અને કોલકત્તા રાઇડર્સે 187 ટી20 મેચ રમી છે.
મુંબઈ ઈન્ડિયન્સ 3 વખત આઈપીએલમાં ચેમ્પિયન બન્યું છે. તેણે પ્રથમ વખત 2013માં, પછી 2015 અને 2017માં આઈપીએલની ટ્રોફી જીતવાનું ગૌરવ હાસિલ કર્યું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે