મોહાલીઃ PBKS vs RCB: મોહાલીના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રમાયેલા આઈપીએલ 2023ના 27માં મુકાબલામાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરે પંજાબ કિંગ્સને 24 રને પરાજય આપ્યો છે. બેંગલોરની આ સીઝનમાં ત્રીજી જીત છે. બેંગલોરે પ્રથમ બેટિંગ કર્યા બાદ પંજાબની સામે 175 રનનો ટાર્ગેટ રાખ્યો હતો. જેના જવાબમાં પંજાબ કિંગ્સની ટીમ 150 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. બેંગલોર માટે સીરાજે ચાર વિકેટ ઝડપી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટોસ હારીને બેટિંગ કરવા ઉતરેલી આરસીબીએ સારી શરૂઆત કરી હતી. વિરાટ કોહલી અને ફાફ ડુપ્લેસીસે પ્રથમ વિકેટ માટે 137 રન જોડ્યા હતા. આ ભાગીદારી 17મી ઓવરમાં કોહલી આઉટ થયા બાદ તૂટી હતી. તેને હરપ્રીત બરારે પોતાનો શિકાર બનાવ્યો હતો. તેણે 47 બોલમાં પાંચ ફોર અને એક સિક્સની મદદથી 57 રન બનાવ્યા હતા. બરારે આ ઓવરમાં ગ્લેન મેક્સવેલ (0) ને પણ પેવેલિયન મોકલી આપ્યો હતો. ડુપ્લેસી 18મી ઓવરના નાથન એલિસનો શિકાર બન્યો હતો. તેણે 56 બોલમાં પાંચ ફોર અને પાંચ સિક્સની મદદથી 84 રન ફટકાર્યા હતા. દિનેશ કાર્તિક (7) કંઈ કમાલ કરી શક્યો નહીં. તેને અર્શદીપે 19મી ઓવરમાં આઉટ કર્યો હતો. મહિપાલ લોમરોર 7 અને શાહબાઝ 5 રન બનાવી અણનમ રહ્યા હતા. 


લક્ષ્યનો પીછો કરતા પંજાબે ખરાબ શરૂઆત કરી હતી. અથર્વ તાયડે (0) પ્રથમ ઓવરમાં આઉટ થયો હતો. મેથ્યૂ શોર્ટ (8) અને લિયામ લિવિંગસ્ટોન (2), હરપ્રીત સિંહ ભાટિયા (13) ખાસ પ્રદર્શન કરી શક્યા નહીં. પરંતુ પ્રભસિમરન સિંહ (46) એ થોડો સમય ટીમની ઈનિંગ સંભાળી હતી. કેપ્ટન સેમ કરન સાથે પાંચમી વિકેટ માટે 33 રનની ભાગીદારી કરી હતી. સેમ કરન 10મી અને પ્રભસિમરન 12મી ઓવરમાં પેવેલિયન પરત ફર્યા હતા. જિતેશ શર્મા (41) એ હરપ્રીત બરાર (13) ની સાથે આઠમી વિકેટ માટે 41 રનની ભાગીદારી કરી હતી. શાહરૂખ ખાન 7 અને નાથન એલિસ એક રન બનાવી આઉટ થયા હતા. જિતેશ છેલ્લા પ્લેયરના રૂપમાં હર્ષલ પટેલનો શિકાર બન્યો હતો. બેંગલોર માટે સિરાજે ચાર, હસરંગાએ બે તથા હર્ષલ અને વેન પાર્નેલે એક-એક વિકેટ લીધી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube