તો શું ગંભીર વિરુદ્ધ કોઈ ષડયંત્ર થઈ રહ્યું છે? પૂર્વ ક્રિકેટરના આ નિવેદનથી મચ્યો ખળભળાટ
India Head Coach Gautam Gambhir: ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ઘરઆંગણે રમાયેલી સીરિઝમાં મળેલી હાર બાદ ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ ગૌતમ ગંભીર ઘણા દબાણમાં છે. તેમના કોચિંગ હેઠળ ટીમ ઈન્ડિયાએ શ્રીલંકા સામેની વનડે શ્રેણી અને ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી ગુમાવી હતી.
India Head Coach Gautam Gambhir: ન્યૂઝીલેન્ડ સામેની ઘરઆંગણે શ્રેણીમાં મળેલી હાર બાદ ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ ગૌતમ ગંભીર ઘણા દબાણમાં છે. તેમના કોચિંગ હેઠળ ટીમ ઈન્ડિયાએ શ્રીલંકા સામેની વનડે શ્રેણી અને ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી ગુમાવી હતી. પછી બીસીસીઆઈએ ગંભીર, કેપ્ટન રોહિત શર્મા અને મુખ્ય પસંદગીકાર અજીત અગરકર સાથે બેઠક કરી હતી. તે લગભગ છ કલાક સુધી ચાલી અને ઓસ્ટ્રેલિયા સામેની આગામી શ્રેણીનો રોડમેપ તૈયાર કરવામાં આવ્યો.
શું અલગ અલગ કોચ હશે?
બીસીસીઆઈની બેઠક બાદ એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે જો ભારત ઓસ્ટ્રેલિયામાં સારું પ્રદર્શન નહીં કરે તો બીસીસીઆઈ અલગ અલગ ફોર્મેટ માટે અલગ અલગ કોચ પર વિચાર કરશે. એવામાં ગંભીર ટેસ્ટના કોચ રહેશે નહીં. તેમના સ્થાન પર વીવીએસ લક્ષ્મણને આ જવાબદારી આપવામાં આવી શકે છે. આ રિપોર્ટ પર ભારતના પૂર્વ ઓપનર અને જાણીતા કોમેન્ટર આકાશ ચોપડાએ પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે તેણે અફવાહ ગણાવી છે.
ગંભીરના સપોર્ટમાં આકાશ
આકાશ ચોપડાએ મુખ્ય કોચ ગૌતમ ગંભીરનું સમર્થન કર્યું છે. તેમણે જણાવ્યું કે ગંભીર અને કેપ્ટન રોહિત શર્માને શરમજનક હાર માટે જવાબદાર ઠેરવવો જોઈએ, પરંતુ મુખ્ય કોચના પદ પર માત્ર ત્રણ મહીના રહ્યા બાદ ફેરફાર કરવો જલ્દબાજી હશે.
તો શું ગંભીર વિરુદ્ધ કોઈ ષડયંત્ર છે?
આકાશે પોતાની યુટ્યુબ ચેનલ પર કહ્યું, "મને લાગે છે કે આ સંપૂર્ણ અફવા છે. આ સમાચાર બિલકુલ પાયાવિહોણા લાગે છે કે જો ટીમ ઈન્ડિયા બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં સારું પ્રદર્શન નહીં કરે તો કોચ બદલવામાં આવશે. મને લાગે છે કે તે થોડી જલ્દબાજી છે. આ પ્રકારની અફવાહ દુર્ભાગ્યપૂર્ણ ઈરાદાથી ફેલાવવામાં આવી રહી છે. ગંભીરને હાલમાં જ મુખ્ય કોચ બનાવવામાં આવ્યો છે. એવું ન બને કે જો ખેલાડીઓ પ્રદર્શન ન કરે તો કોચને કાઢી મૂકવામાં આવે છે. આ રસ્તો નથી. હું આ પ્રકારની વિચારસરણી સાથે બિલકુલ સહમત નથી.