નવી દિલ્હીઃ ભારતમાં આ સમયે કુશ્તીની રમત માટે અત્યાર સુધીનો સૌથી સારો સમય ચાલી રહ્યો છે. આ પહેલા ભારતીય કુશ્તીને આંતરરાષ્ટ્રીય ઓળખ અપાવનાર રુસ્તમ-એ-હિંદના નામથી જાણીતા દારાસિંહનું ખાસ યોગદાન રહ્યું છે. હવે દારા સિંહ પર એક કોમિક બુક રિલીઝ થઈ છે. દારા સિંહ પર કોમિક બુક ભારતના સ્ટાર પાવર લિફ્ટર ગૌરવ શર્મા અને બોલીવુડ અભિનેતા વિંદૂ દારા સિંહે સોમવારે રિલીઝ કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પુસ્તકનું નામ 'ધ એપિલ જર્ની ઓફ ધ ગ્રેટ દારા સિંહ' રાખવામાં આવ્યું છે. આ પુસ્તક વર્લ્ડ રેસલિંગ એન્ટરટેઈનમેન્ટમાં ભારતના પ્રથમ રેસલરના રૂપમાં ખાસ સિદ્ધિ મેળવનાર દારા સિંહના જીવનના સફર અને સંઘર્ષની કહાની જણાવશે. કોમિક બુકમાં દારા સિંહની ફેમસ કુશ્તી વિશે જણાવવામાં આવ્યું છે. ગૌરવે આ તકે ન્યૂઝ એજન્સીને કહ્યું, મને આશા છે કે તમામ ઉંમર વર્ગના લોકો તેને પસંદ કરશે. દારા સિંહ એક મહાન વ્યક્તિ હતા. હું તેમને એક વખત મળ્યો હતો ત્યારે તેમણે મને ફિટનેસને લઈને સલાહ આપી હતી. 


ગૌરવે 17 વર્ષની ઉંમરમાં પાવરલિફ્ટિંગની શરૂઆત કરી હતી. તેણે ગત વર્ષે યૂરોપિયન ચેમ્પિયનશિપમાં બે ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યા હતા. તેણે 240 કિલોગ્રામ વજન ઉપાડીને નવો વિશ્વ રેકોર્ડ બનાવ્યો હતો. લેખક અનુસાર પુસ્તકની કહાની બેટમેન, સુપરમેન, કેપ્ટન અમેરિકા અને વન્ડર વુમનની આજુ-બાજુ ફરે છે જે વિશ્વને એક સારુ સ્થાન બનાવવા માટે પોતાની સારી અને અસાધારણ શક્તિઓનો ઉપયોગ કરી અમને પ્રોત્સાહન આપે છે. લેખકે કહ્યું કે, પુસ્તકમાં એક વાસ્તવિક માણસની કહાની છે જે પોતાના સમર્પણ અને કઠિન પરિશ્રમથી પોતાને ભારતન ગૌરવના રૂપમાં ઉભરે છે. 


IND vs NZ: કાલે પ્રથમ T20, રિષભ પંત પર તમામની નજર


દરેકની પ્રેરણા હતા દારા સિંહ
કોમિક્સના લોન્ચિંગ પહેલા બિંદૂએ એક નિવેદનમાં કહ્યું, પુસ્તક મારા પિતા દારા સિંહને વાસ્તવિક જીવનમાં સુપરહીરોના રૂપમાં રજૂ કરશે જે એક વિશ્વ કુશ્તી ચેમ્પિયનશિપ અને દરેક માટે પ્રેરણા હતા. તેમણે કહ્યું હતું, આ પુસ્તકનો ઉદ્દેશ વિશ્વની સામે રૂસ્તમ-એ-હિંદના છુપાયેલા પાસાઓને રજૂ કરવાનું છે. જેથી લોકોને રેસલિંગ રિંગની અંદર દારા સિંહની આક્રમક અને બહારની દુનિયામાં અનુશાસન અને વિનમ્ર વ્યવહાર જેવી વસ્તુ જાણવાની તક મળશે.