પર્થઃ પર્થમાં રમાયેલી આઈસીસી મહિલા ટી20 વિશ્વકપની ચોથી મેચમાં દક્ષિણ આફ્રિકાએ ઈંગ્લેન્ડને 6 વિકેટે હરાવી અપસેટ સર્જયો અને જીત સાથે શરૂઆત કરી છે. ગ્રુપ બીની મેચમાં ઈંગ્લેન્ડે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 8 વિકેટે 123 રન બનાવ્યા હતા, જેના જવાબમાં આફ્રિકાએ 4 વિકેટ ગુમાવી લક્ષ્ય હાંસિલ કરી લીધો હતો. ડેન વૈન નિકર્ક (46 રન તથા 2 વિકેટ)ને ઓલરાઉન્ડર પ્રદર્શન માટે મેન ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા ઈંગ્લેન્ડની શરૂઆત સારી ન રહી અને પાવરપ્લેની અંદર તેણે 26 રન બનાવી બે વિકેટ ગુમાવી દીધી હતી. એમી એલેન જોન્સ (23) અને ડેનિયલ વાયટ (2) રન બનાવી આઉટ થઈ હતી. નતાલી શીવરે 41 બોલમાં 50 રન ફટકાર્યા અને ટીમનો સ્કોર 100ને પાર પહોંચાડ્યો હતો. આ દરમિયાન તેણે ફ્રેન વિલ્સન (14)ની સાથે ચોથી વિકેટ માટે 29 અને પાંચમી વિકેટ માટે કેથરીન બ્રન્ટ (9)ની સાથે 32 રનની ભાગીદારી કરી હતી. 


શીવરની શાનદાર ઈનિંગ છતાં ઈંગ્લેન્ડની ટીમ 20 ઓવરમાં 123 રન બનાવી શકી હતી. આફ્રિકા તરફથી અયાબોન્ગા ખાકાએ સૌથી વધુ ક્રણ વિકેટ ઝડપી હતી. આ સિવાય કેપ્ટન ડેન વેન નિકર્ક અને મરીઝાના કેપે બે-બે વિકેટ ઝડપી હતી. 


20 ઈનિંગ, 0 સદી, કરિયરના સૌથી ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યો છે કેપ્ટન કોહલી  


લક્ષ્યના જવાબમાં આફ્રિકાની શરૂઆત ખરાબ રહી અને લિજેલ લી માત્ર 4 રન બનાવી ત્રીજી ઓવરમાં આઉટ થઈ ગઈ હતી. પરંતુ ત્યારબાદ ડેન વેન નિકર્ક (51 બોલ 46 રન) અને કેપ (33 બોલ 38 રન)ની સાથે બીજી વિકેટ માટે 84 રનની ભાગીદારી નોંધાવી અને ટીમને જીત તરફ અગ્રેસર કરી હતી. પરંતુ 90ના સ્કોર પર બંન્ને આઉટ થતાં આફ્રિકાને મોટો ઝટકો લાગ્યો હતો. અંતમાં મિગનન ડૂ પ્રીઝે 11 બોલમાં અણનમ 18 રન ફટકારીને બે બોલ બાકી રહેતા ટીમને જીત અપાવી હતી. ક્લો ટ્રાયને પણ 12 રનનું યોગદાન આપ્યું હતું. ઈંગ્લેન્ડ તરફથી એકલેસ્ટને સૌથી વધુ બે વિકેટ ઝડપી હતી.


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર