નવી દિલ્હી : માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરનાં (Sachin Tendulkar) નામ ક્રિકેટનાં સેંકડો રેકોર્ડ છે. જો એવામાં તેમનાં રેકોર્ડ અને રમતની માત્ર બે ખુબીઓ પસંદ કરવા માટે કહેવામાં આવે તો તે શું હોઇ શકે છે ? આ અંગે એક મંતવ્ય મેળવવું ખુબ જ મુશ્કેલ છે. તેમ છતા પણ કહેવાઇ શકે છે કે પહેલા તો તેમનો 100 શતકનો રેકોર્ડ થશે, જેની આસપાસ આજદિન સુધી કોઇ પહોંચ્યું નથી. બીજી સચિનનું ખુબ જ ઓછી ઉંમરે જ તે સમયનાં તમામ બોલર્સ પર હાવી થઇને રમવું, જેના કારણે તેમનાં પ્રશંસકોએ તેમને ભગવાન સુધીની સંજ્ઞા આપી છે. ઇત્તેફાકથી આ બંન્ને જ ખુબઓનો એક ઉચ્ચ પ્રકારનો સંબંધ 11 ડિસેમ્બર સાથે જોડાય છે. જાણો કઇ રીતે ? 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુંબઇ ટી20: અંતિમ મેચ ભારત અને વિન્ડીઝ માટે કરો યા મરોની સ્થિતી, ટીમમાં મોટુ પરિવર્તન?

તે વર્ષ 1988નાં ડિસેમ્બર મહિનો હતો. જ્યારે 15 વર્ષના બાળક જેવા દેખાતા આ ખેલાડીને દિગ્ગજોથી ભરાયેલી મુંબઇની રણજી ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો. આ ખેલાડીનું નામ સચિન તેંડુલકર હતું. સચિન જે એક વર્ષ પહેલાથી જ  પોતાની રમતમાં સમગ્ર દેશનું ધ્યાન પોતાની તરફ ખેંચી ચુક્યા હતા, તેને પહેલીવાર પ્રથમ શ્રેણી મેચ રમવાની તક મળી હતી. આ ખેલાડીએ આ પ્રસંગને એવી રીતે લપક્યો, જે રીતે તેની અંતિમ મોકો છે. 


ટ્વીટર પર છવાઈ કોહલી-ધોનીની દોસ્તી, સૌથી વધુ રીટ્વીટનો બનાવ્યો રેકોર્ડ
હાર્દિક પંડ્યાએ કહ્યું- હું મારી ટીમ અને પોતાની સાથે પણ અન્યાય કરી રહ્યો હતો...
મુંબઇ ગુજરાતની આ મેચ 10 ડિસેમ્બરે મુંબઇનાં વાનખેડે સ્ટેડિયમમાં શરૂ થઇ. પહેલા દિવસે ગુજરાતે બેટિંગ કરી અને 140 રન બનાવીને સમેટાઇ ગઇ, જે પોતાનાં પહેલા જ પ્રથમશ્રેણી મેચમાં 100 રન બનાવીને અણનમ રહ્યા. આ મેચ ડ્રો રહી અને આ સાથે જ ક્રિકેટને આ હીરો મળ્યો. જેની ચમક સમગ્ર વિશ્વએ જોઇ હતી. સચિન તેંડુલકરના કેરિયરમાં 16 વર્ષ બાદ એકવાર ફરી 11 ડિસેમ્બર યાદગારી લઇને આવ્યું. તે વર્ષ 2004નો સમય હતો અને બાંગ્લાદેશની ટીમ ભારતીય ટીમની સામે હતી. સચિને પહેલી શ્રેણી મેચની જેમ જ ભારત બાંગ્લાદેશ ટેસ્ટ પણ 10 ડિસેમ્બરે શરૂ થઇ. પહેલા દિવસે બાંગ્લાદેશની ટીમ 184 રન બનાવીને ઓલઆઉટ થઇ ઘિ. પછી આવ્યો 11 ડિસેમ્બર સચિન તેંડુલકરે આ દિવસ 159 રણની અણનમ રમત રમી અને સુનીલ ગાવસ્કરે (Sunil Gavaskar) 34 ટેસ્ટ શતકોનાં રેકોર્ડની બરાબરી કરી લીધી. તે ટેસ્ટ ઇતિહાસનાં માત્ર બીજા એવા બેટ્સમેન બન્યા, જેમાં 34 ટેસ્ટ સદી ફટકારી હોય. ગાવસ્કરે સચિનના આ રેકોર્ડ પર 34 શેમ્પેઇનની બોટલ ગીફ્ટ કરી હતી. 


WADA Doping : રશિયા પર લાગ્યો સૌથી મોટો પ્રતિબંધ, ઓલિમ્પિક અને ફિફામાં નહીં લઈ શકે ભાગ

આ પ્રકારે જ્યારે   જ્યારે સચિન તેંડુલકરની મહાનતાનો ઉલ્લેખ થાય છે, ત્યારે 11 ડિસેમ્બરનો ઉલ્લેખ કરવો જ પડે. આમ તો આ તારીખે સલીમ દુર્રાની, સુભાષ ગુપ્તે, ટીમ સાઉદી સિલ્વેસ્ટર ક્લાર્ક, માર્ક ગ્રેટબેચ, મરે ગુડવિનનનો જન્મદિવસ પણ છે. એટલે કે માત્ર સચિન તેંડુલકર જ નહી ઓવરઓળ ક્રિકેટ માટે આ તારીખ ખુબ જ ખાસ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube