સચિન અને બ્રાયન લારાનો ખુલાસો, એક-બીજા વિરુદ્ધ બનવતા હતા આ પ્લાન
સચિન તેંડુલકરે કહ્યું કે, બ્રાયન લારાને છંછેડવો, આરામ કરતા ટાઇગર જેમ હતું. અમે આમ ક્યારેય કરતા નહતાં.
નવી દિલ્હીઃ સચિન તેંડુલકર અને બ્રાયન લારા. આ બે તે નામ છે, જેના નામે ક્રિકેટના અગણિત રેકોર્ડ છે. 1990ના દશકમાં તે ચર્ચા ક્યારે પૂર્ણ ન થઈ કે સચિન અને લારામાંથી મહાન કોણ છે? આખરે આ બંન્ને જ્યારે એકબીજા વિરુદ્ધ રમતા હતા, ત્યારે ડ્રેસિંગરૂમમાં શું વાતો થતી હતી કે શું પ્લાન બનાવતા હતા. સચિન તેંડુલકર અને બ્રાયન લારા બંન્નેએ રવિવારે આઈપીએલ મેચ પહેલા તેનો ખુલાસો કર્યો હતો. આ વાતચીતમાં બ્રાયન લારાએ સચિન તેંડુલકરને સર્વશ્રેષ્ઠ બેટ્સમેન પણ ગણાવ્યો હતો.
સચિન તેંડુલકર અને બ્રાયન લારાની આ વાતચીત ટીવી ચેનલ સ્ટાર સ્પોર્ટ્સ પર થઈ. એન્કરે એક સવાલ બંન્ને બેટ્સમેનોને પૂછ્યો. તેણે લારાને પૂછ્યું કે, જ્યારે મેચ ભારતમાં હોય અને ટીમમાં સચિન પણ હોય તો તેને રોકવા માટે શું પ્લાન બનાવવામાં આવતો હતો. આ સવાલ પર લારાએ કહ્યું, 'સચિન ધ બેસ્ટ બેટ્સમેન છે.' તેની વિરુદ્ધ કોઈપણ પ્લાન બનાવવો મુશ્કેલ હતો. તેથી અમે એકબીજાને માત્ર તે કહેતા હતા કે સચિનને ફુલ બેટથી ન રમવા દો, પરંતુ તેને અડધા બેટથી રમવા દો.
World Cup ટીમ પસંદગીઃ ચોથા નંબર માટે મગજમારી, જાણો સંભવિત ભારતીય ટીમ
લારાએ પોતાના આ પ્લાનને સમજાવતા કહ્યું કે, સચિન ફાસ્ટ, મીડિયમ ફાસ્ટ અને સ્પિન બોલિંગ વિરુદ્ધ શાનદાર હતો. તેથી અમે પ્રયત્ન કરતા હતા કે તે સામેની બાજુ ઓછા શોટ ફટકારે. આમ કરવાથી તેને આઉટ કરવાની સંભાવના ઓછી થઈ જતી હતી. તેથી અમે એવી બોલિંગ અને ફીલ્ડિંગ સેટ કરતા હતા કે તે વિકેટની પાછળ વધુ રમે. તેનો અર્થ છે કે બેટની વચ્ચે શોટ રમતો નહતો, પરંતુ અડધા બેટથી શોટ ફટકારતો હતો. આખરે આ પ્લાન કેટલી વખત કામ કરતો હતો? આ સવાલ પર લારાએ કહ્યું કે, તે તો સચિન જણાવી શકશે. ત્યારબાદ સચિને કહ્યું કે, ઘણી વખત.
IPL 2019: પ્રખથ જીત બાદ વિરાટ અને ડિ વિલિયર્સનો ભાવુક સંદેશ
ત્યારબાદ સચિનને લારા વિશે પ્લાન પૂછવામાં આવ્યો. તેના પર સચિને કહ્યું, 'અમે એકબીજાને તે કહેતા હતા કે લારા સામે આવેશમાં ન આવો, એટલે કે, તેને છંછેડો નહીં.' તેને તેની રીતે રમવા દો. તે જ્યારે રન બનાવી લેશે ત્યારે ખુદ આઉટ થઈ જશે. લારા ટાઇગર છે. જો તેને છંછેડવામાં આવે કે ચેલેન્જ કરવામાં આવે તો આ ખેલાડી ડબલ ખતરનાક થઈ જાય છે. ત્યારે તે વિચારીને મેદાન પર ઉતરે છે કે, તેને દેખાડી દેવામાં આવે કે લારા કોણ છે. જો આમ થયું તો વાવાઝોડું આવે તે નક્કી હોય છે. તેથી લારાની વિરુદ્ધ એક જ પ્લાન થતો હતો કે લાઇન-લેન્થ પર બોલિંગ કરો પરંતુ તેને ક્યારેય ન છંછેડો.