IPL 2019: પ્રખથ જીત બાદ વિરાટ અને ડિ વિલિયર્સનો ભાવુક સંદેશ

શનિવાર રોયલ ચેલેન્જર્સ બેંગલોરે કિંગ્સ ઈલેવન પંજાબને 8 વિકેટ પરાજય આપ્યો હતો. આ સિઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરની પ્રથમ જીત છે. આ પહેલા બેંગલોરની ટીમને સતત છ મેચોમાં હારનો સામનો કરવો પડ્યો હતો. 

IPL 2019: પ્રખથ જીત બાદ વિરાટ અને ડિ વિલિયર્સનો ભાવુક સંદેશ

નવી દિલ્હીઃ શનિવાર રોયલ ચેલેન્જર્સ બેંગલોરે કિંગ્સ ઈલેવન પંજાબને 8 વિકેટ પરાજય આપ્યો હતો. આ સિઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરની પ્રથમ જીત છે. આ પહેલા બેંગલોરની ટીમને સતત છ મેચોમાં હારનો સામનો કરવો પડ્યો હતો. જીત બાદ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને વરિષ્ઠ ખેલાડી એબી ડિ વિલિયર્સ ભાવુક થયા છે. તેણે ટીમના ફેન્સ માટે એક ભાવુક સંદેશ આપ્યો છે. 

રોયલ ચેલેન્જર્સ બેંગલોરના ફેસબુક પર જારી આ સંદેશમાં કોહલીએ ટીમના ફેન્સનો આભાર માન્યો છે. તેણે આ જીત ફેન્સને સમર્પિત કરી છે. કોહલીએ કહ્યું, આ જીત અમે અમારા વફાદાર ફેન્સને ડેડિકેટ કરીએ છીએ જે સતત છ હાર બાદ પણ ટીમની સાથે જોડાયેલા રહ્યાં છે. 

કોહલીએ કહ્યું કે, ખેલાડીઓથી વધુ આ જીત ટીમના પ્રશંસકો માટે છે. કોહલીએ કહ્યું કે, અમે ફેન્સ માટે ખુબ ખુશ છીએ. 

તો ડિ વિલિયર્સે કહ્યું કે, આ જીત હાસિલ કરી અમે રાહત અનુભવી રહ્યાં છીએ. તેણે કહ્યું, અમને આશા છે કે આ એક શરૂઆત છે. અમે જાણીએ છીએ કે આગળનો માર્ગ ખુબ પડકારજનક છે.

IPL-12: RCBને મળી પ્રથમ જીત, પરંતુ કોહલીએ ભરવો પડશે દંડ
 
ડિ વિલિયર્સે કહ્યું કે, જે રીતે અમે આ મેચ પૂરો કર્યો તે રીતે મુંબઈમાં પણ રમીશું. બેંગલોરને અંતિમ ચાર ઓવરોમાં 44 રનની જરૂર હતી અને ડિ વિલિયર્સની ઈનિંગની મદદથી તેણે જીત હાસિલ કરી હતી. 

બેંગલોરની ટીમા સાત મેચોમાં બે પોઈન્ટ છે અને પ્લેઓફમાં પહોંચવાનો તેનો માર્ગ ખુબ મુશ્કેલ લાગી રહ્યો છે. એબીએ હજુ આશા છોડી નથી. તેણે કહ્યું, અમે જાણીએ કે પહેલા પણ ચમત્કાર થયા છે પરંતુ અમે હાલમાં એક મેચ વિશે વિચારી રહ્યાં છીએ. અમારી સાથે રહેવા માટે આભાર. 

બેંગલોરની ટીમ જો પોતાના તમામ બાકી મેચ જીતે તો તેને 16 પોઈન્ટ થઈ જશે અને  પછી તે પ્લેઓફમાં પહોંચી શકે છે. પરંતુ આઈપીએલમાં 8 વખત એવું પણ થયું છે કે ટીમો 14 પોઈન્ટની સાથે પ્લેઓફમાં પહોંચી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news