નવી દિલ્હીઃ વિશ્વના મહાન બેટ્સમેનોમાં સામેલ સચિન તેંડુલકર (Sachin Tendulkar) પોપ સ્ટાર રિહાના (Rihanna) સહિત તે હસ્તિઓને સ્પષ્ટ શબ્દોમાં જવાબ આપ્યો છે જે ભારતના આંતરિક મામલામાં દખલ આપવાનો પ્રયાસ કરી રહ્યાં છે. સચિન તેંડુલકર (Sachin Tendulkar) એ બુધવારે સોશિયલ મીડિયા પર લખ્યુ કે, ભારતીય સંપ્રભુતા સાથે કોઈ પ્રકારની સમજુતી થશે નહીં અને વિદેશી તાકાતો તેનાથી દૂર રહે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સચિન તેંડુલકર  (Sachin Tendulkar) એ કહ્યુ કે, ભારતના આંતરિક મામલામાં વિદેશી તાકાતોની ભૂમિકા દર્શક સુધી ન સીમિત છે ન ભાગીદારીની. તેમણે દેશવાસીઓને એક દેશ તરીકે એક રહેવાની અપીલ કરી છે. ગોડ ઓફ ક્રિકેટથી જાણીતા સચિને ટ્વીટ કર્યુ, 'ભારતની સંપ્રભુતાની સાથે સમજુતી ન કરી શકીએ. વિદેશી તાકાતો માત્ર જોઈ શકે છે પરંતુ ભાગ ન લઈ શકે. ભારતને ભારતીય જાણે છે અને ભારત માટે નિર્ણય ભારતીયોએ લેવો જોઈએ. આવો એક રાષ્ટ્ર તરીકે એક રહીએ.'


આ સિવાય ભારતીય ક્રિકેટર શિખર ધવન, સુરેશ રૈના, કોચ રવિ શાસ્ત્રી, આ સિવાય અન્ય પૂર્વ ક્રિકેટરોએ પણ ટ્વીટ કરીને કહ્યું કે, અમે બધા એક સાથે છીએ. દેશના મામલામાં વિદેશી તાકાતો દખલ આપી શકે નહીં.


[[{"fid":"306767","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]


પૂર્વ ભારતીય ક્રિકેટર સુરેશ રૈનાએ પણ તેના પર નારાજગી વ્યક્ત કરી અને વિદેશી હસ્તિઓને કિસાન આંદોલનને લઈને કોઈ પ્રકારની કોમેન્ટ ન કરવાની સલાહ આપી. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube