શુભમન ગિલની આ ખુબીથી પ્રભાવિત થયા સચિન તેંડુલકર, સોશિયલ મીડિયા પર કરી પ્રશંસા
મહાન ક્રિકેટર સચિન તેંડુલકરે યુવા બેટર શુભમન ગિલની ખુબ પ્રશંસા કરી છે. તેમણે ચેન્નઈ અને ગુજરાત વચ્ચે ફાઇનલ પહેલાં ગિલના વખાણ કર્યા છે.
નવી દિલ્હીઃ ગુજરાત ટાઈટન્સના ઓપનિંગ બેટર શુભમન ગિલે આઈપીએલ 2023માં કમાલનું પ્રદર્શન કર્યું છે. તેણે 16 મેચમાં 60.79ની એવરેજથી અત્યાર સુધી 851 રન ફટકાર્યા છે. તેણે આ દરમિયાન ત્રણ સદી અને ચાર અડધી સદી ફટકારી છે. તેણે બે સદી ગ્રુપ સ્ટેજ અને એક સદી ક્વોલિફાયર-2માં મુંબઈ ઈન્ડિયન્સ સામે ફટકારી હતી. હવે આજે ફાઇનલમાં ગુજરાત અને ચેન્નઈ વચ્ચે ટક્કર થશે. ફાઇનલ પહેલાં મહાન ક્રિકેટર સચિન તેંડુલકરે ગિલની પ્રશંસા કરી છે. સચિને 23 વર્ષીય ગિલની તે ખુબી વિશે પણ જણાવ્યું, જેનાથી તે સૌથી વધુ પ્રભાવિત થયા છે.
સચિને ફાઇનલ પહેલા સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી, જેમાં ગિલની પ્રશંસા કરી છે. સચિને લખ્યુ કે, વર્તમાન સીઝનમાં શુભમન ગિલનું પ્રદર્શન અવિસ્મરણીય રહ્યું. તેની બે સદીએ અમિત પ્રભાવ છોડ્યો. એક સદીથી એમઆઈની આશા જાગી તો બીજીએ પાણી ફેરવી દીધું. ક્રિકેટનો આવો અનોખો સ્વભાવ છે. શુભમનની બેટિંગ વિશે મને ખરેખર જે વસ્તુએ પ્રભાવિત કરી તે તેનું જબરદસ્ત ટેમ્પરામેન્ટ અને કામનેસ છે. તેની રનની ભૂખ અને વિકેટો વચ્ચે દોડવાની ક્ષમતાથી પ્રભાવિત થયો છું.
IPL 2023 ફાઇનલ પહેલાં સામે આવ્યા મોટા સમાચાર, CSKના આ દિગ્ગજે કરી નિવૃત્તિની જાહેરાત
સચિને આ સિવાય ફાઇનલ મેચ માટે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે ગુજરાત એક મજબૂત ટીમ છે. શુભમન ગિલ, હાર્દિક પંડ્યા અને ડેવિડ મિલરની વિકેટ ચેન્નઈ માટે મહત્વની હશે. ચેન્નઈની બેટિંગમાં પણ ડેપ્થ છે. એમએસ ધોની અંતમાં બેટિંગ કરે છે. તેવામાં ફાઇનલ રસપ્રદ થવાની છે. ઉલ્લેખનીય છે કે ધોનીની ટીમ પાંચમાં ટાઈટલ માટે ઉતરશે તો ગુજરાતની નજર ટાઇટલ ડિફેન્ડ કરવા પર છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube