IPL 2023 ફાઇનલ પહેલાં સામે આવ્યા મોટા સમાચાર, CSKના આ દિગ્ગજે કરી નિવૃત્તિની જાહેરાત

IPL 2023: આઈપીએલ 2023ની ફાઇનલ આજે ચેન્નઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે અમદાવાદમાં રમાવાની છે. આ પહેલાં ચેન્નઈના એક સ્ટાર બેટરે સંન્યાસની જાહેરાત કરી છે. 

IPL 2023 ફાઇનલ પહેલાં સામે આવ્યા મોટા સમાચાર, CSKના આ દિગ્ગજે કરી નિવૃત્તિની જાહેરાત

અમદાવાદઃ Ambati Rayudu announces retirement from IPL: આઈપીએલ 2023 વચ્ચે ચેન્નઈ સુપર કિંગ્સના (Chennai Super Kings)ના ફેન્સ માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. ચેન્નઈ સુપર કિંગ્સના એક દિગ્ગજ ખેલાડીએ આઈપીએલમાંથી સંન્યાસની જાહેરાત કરી છે. આ સીઝન બાદ આઈપીએલમાં આ ખેલાડી રમતો જોવા મળશે નહીં. આ ખેલાડીએ પોતાની બેટિંગની મદદથી ચેન્નઈ સુપર કિંગ્સને ચેમ્પિયન પણ બનાવી છે. 

આ ખેલાડીએ કરી નિવૃત્તિની જાહેરાત
ચેન્નઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) ના બેટર અંબાતી રાયડૂ (Ambati Rayudu) એ આઈપીએલ 2023ની ફાઇનલ પહેલાં નિવૃત્તિની જાહેરાત કરી છે. અંબાતી રાયડૂએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી આ માહિતી આપી છે. રાયડૂએ ટ્વીટ કર્યું- સીએસકે અને મુંબઈ ઈન્ડિયન્સ, બે શાનદાર ટીમ, 204 મેચ, 14 સીઝન, 11 પ્લેઓફ, 8 ફાઈનલ, 5 ટ્રોફી. આશા છે કે આજે રાત્રે છઠ્ઠી હશે. આ ખુબ લાંબી સફર રહી છે. મેં નિર્ણય કર્યો છે કે આજે રાતની ફાઇનલ મારી અંતિમ આઈપીએલ મેચ હશે. મને ખરેખર આ મહાન ટૂર્નામેન્ટમાં રમવાની ખુબ મજા આવી. તમારા બધાનો આભાર. કોઈ યૂ ટર્ન નહીં. 

— ATR (@RayuduAmbati) May 28, 2023

અંબાતી રાયડૂનું આઈપીએલ કરિયર
અંબાતી રાયડૂએ વર્ષ 2010માં પોતાના આઈપીએલ કરિયરની શરૂઆત કરી હતી. અંબાતી રાયડૂ આઈપીએલમાં ચેન્નઈ સુપર કિંગ્સ સિવાય મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમી ચુક્યો છે. અંબાતી રાયડૂ વર્ષ 2018થી ચેન્નઈ સુપર કિંગ્સ તરફથી રમી રહ્યો છે. રાયડૂએ અત્યાર સુધી આઈપીએલમાં 203 મેચમાં 28.29ની એવરેજથી 4329 રન બનાવ્યા છે. રાયડૂએ આઈપીએલમાં 22 અડધી સદી અને એક સદી ફટકારી છે. 

પાછલા વર્ષે પણ કરી હતી નિવૃત્તિની જાહેરાત
અંબાતી રાયડૂએ પાછલા વર્ષે પણ આઈપીએલ વચ્ચે નિવૃત્તિની જાહેરાત કરી હતી. પરંતુ બાદમાં તેણે આ ટ્વીટ ડિલીટ કરી દીધુ હતું. પરંતુ આ વખતે રાયડૂએ કહ્યું કે તે પોતાનો નિર્ણય પરત લેશે નહીં. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news