નવી દિલ્હીઃ દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકરે ઈન્ડિયન સુપર લીગની ટીમ કેરલ બ્લાસ્ટર્સ સાથે છેડો ફાડ્યો છે અને તેમણે આ ફુટબોલ ફ્રેન્ચાઈઝીમાં પોતાની ભાગીદારી ખતમ કરી દીધી છે. ગોડ ઓફ ક્રિકેટના નામથી જાણીતા 45 વર્ષીય સચિને ઈન્ડિયન સુપર લીગ ફુટબોલની નવી સિઝન શરૂ થતા પહેલા કેરલ બ્લાસ્ટર્સ ટીમ સામે નાતો તોડી દીધો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સચિન વર્ષ 2014માં આ ટીમ સાથે જોડાયો હતો અને ઘણીવાર સ્ટેડિયમમાં પોતાની ટીમને ચીયર કરતો જોવા મળ્યો હતો. એક નિવેદનમાં કહ્યું, આ ટીમ સાથે જોડાયાનું મારૂ પાંચમું વર્ષ છે. પોતાની ટીમની સાથે ઘણી ચર્ચા કર્યા બાદ મેં કેરલ બ્લાસ્ટર્સનો સાથ છોડવાનો નિર્ણય કર્યો છે. તેઓ આ ટીમના સહ-પ્રમોટર હતા. 


તેમણે કહ્યું, મને વિશ્વાસ છે કે કેરલની ટીમ સારા ફોર્મમાં છે અને ભવિષ્યમાં સફળતા માટે નવો ઈતિહાસ રમશે. દર્શકોનું આ ટીમને સમર્થન શાનદાર છે. મને આ ટીમ પર ગર્વ છે અને મારૂ દિલ હંમેશા આ ટીમ માટે ધડકશે. છેલ્લા 4 વર્ષ દરમિયાન આ ફુટબોલ ક્લબ મારા જીવનનો મહત્વનો ભાગ રહી. દર્શકોએ ખુબ સમર્થન આપ્યું છે.