નવી દિલ્હીઃ મહાન ક્રિકેટર સચિન તેંડુલકરે રવિવારે કહ્યુ કે, પોતાના 24 વર્,ના કરિયરનો એક મોટો ભાગ તેમણે તણાવમાં રહેતા પસાર કર્યો છે અને ત્યારબાદ હું તે વાત સમજવામાં સફળ રહ્યો કે મેચ પહેલા તણાવ રમતની તેની તૈયારીનો એક મહત્વપૂર્ણ ભાગ હતો. કોવિડ-19 દરમિયાન બાયો-બબલ (જૈવ-સુરક્ષિત માહોલ) માં વધુ સમય પસાર કરવાથી ખેલાડીઓના માનસિક સ્વાસ્થ્ય પર પડી રહેલી અસર વિશે વાત કરતા માસ્ટર બ્લાસ્ટરે કહ્યુ કે, તેનો સામનો કરવા તેની સ્વીકાર્યતા જરૂરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેંડુલકરે અનએકેડમી દ્વારા આયોજીત એક ચર્ચામાં કહ્યુ- સમયની સાથે મેં અનુભવ્યુ કે રમત માટે શારીરિક રૂપથી તૈયારી કરવાની સાથે તમારે ખુદે માનસિક રૂપથી પણ તૈયાર રહેવુ પડશે. મારા મગજમાં મેદાનમાં પ્રવેશ કરતા પહેલા મેચ શરૂ થઈ જતી હતી. તણાવનું સ્તર વધારે રહેતું હતું. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સદીની સદી ફટકારનાર એકમાત્ર પૂર્વ ખેલાડીએ કહ્યું- મેં 10-12 વર્ષોવ સુધી તણાવ અનુભવ્યો હતો, મેચ પહેલા ઘણીવાર એવું થયું કે જ્યારે હું રાત્રે સુઈ શકતો નહતો. બાદમાં મેં તે સ્વીકાર કરવાનું શરૂ કરી દીધું કે આ મારી તૈયારીનો એક ભાગ છે. મેં સમય સાથે સ્વીકાર કરી લીધુ કે મને રાત્રે સુવામાં મુશ્કેલી થાય છે. હું મારા મગજને સહજ રાખવા માટે કંઈક અન્ય કામમાં લગાવતો હતો. 


આ પણ વાંચોઃ વિરાટ કોહલી વિશે બોલ્યો ટિમ પેન, 'હું હંમેશા તેને યાદ રાખીશ'  


તેમણે કહ્યું કે, કંઈક અન્યમાં બેટિંગ અભ્યા, ટેલીવિઝન જોવુ અને વીડિયો ગેમ્સ રમવા સિવાય સવારે ચા બનાવવી પણ સામેલ હતું. રેકોર્ડ 200 ટેસ્ટ મેચ રમી 2013માં નિવૃતિ લેનાર ખેલાડીએ કહ્યું- 'મને મેચ પહેલા ચા બનાવવી, કપડાને ઇસ્ત્રી કરવા જેવા કાર્યોથી પણ ખુદને રમત માટે તૈયાર કરવામાં મદદ મળતી હતી. મારા ભાઈએ મને આ બધુ શીખવાડ્યુ હતું. મેં મેચના એક દિવસ પહેલા મારી બેગ તૈયાર કરી લેતો હતો અને આ એક આદત બની ગઈ હતી. મેં ભારત માટે રમેલી અંતિમ મેચમાં પણ આમ કર્યું હતું.'


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube