વિરાટ કોહલી વિશે બોલ્યો ટિમ પેન, 'હું હંમેશા તેને યાદ રાખીશ'

ઓસ્ટ્રેલિયન ટેસ્ટ ટીમના કેપ્ટન ટિમ પેને કહ્યુ કે, ભારતીય કેપ્ટન વિરાટ કોહલી એવો વ્યક્તિ છે જેને તે હંમેશા યાદ રાખશે. 

Trending Photos

વિરાટ કોહલી વિશે બોલ્યો ટિમ પેન, 'હું હંમેશા તેને યાદ રાખીશ'

સિડનીઃ ઓસ્ટ્રેલિયા ટેસ્ટ ટીમના કેપ્ટન ટિમ પેન (Tim paine) એ કહ્યુ કે, ભારતીય કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) એવો વ્યક્તિ છે જેને તે હંમેશા યાદ રાખશે. 

પેને કહ્યુ- કોહલી માટે મેં હંમેશા કહ્યુ છે કે તે એવો ખેલાડી છે જેને તમે ટીમમાં લેવા ઈચ્છશો. તે સ્પર્ધાત્મક છે અને દુનિયાનો ટોચનો બેટ્સમેન છે. તેની વિરુદ્ધ રમવું હંમેશા પડકારજનક હોય છે કારણ કે તે સ્ટાર છે. તે એવો છે જેને હું હંમેશા યાદ રાખીશ.ૉ

ટિમ પેને હાલમાં પ્રશંસકોના ગુસ્સાનો સામનો કરવો પડ્યો હતો કારણ કે તેણે કહ્યુ હતુ કે, 2020-2021 ટેસ્ટ સિરીઝ દરમિયાન ભારતીય ટીમે એવો માહોલ બનાવ્યો હતો જેથી ઓસ્ટ્રેલિયાની ટીમને ધ્યાન કેન્દ્રીત કરવામાં ખલેલ પડ્યું અને તેણે સિરીઝમાં હારનો સામનો કરવો પડ્યો હતો. 

તે પ્રવાસમાં ભારતીય ટીમના ઘણા મહત્વના ખેલાડી બહાર હતા. પરંતુ મામલો વધતા પેને સ્પષ્ટીકરણ આપ્યુ અને કહ્યુ કે, ભારતે તે સિરીઝમાં ઓસ્ટ્રેલિયા ટીમને દરેક મોર્ચે પરાજીત કરી હતી. 

પેને કહ્યુ કે, મેં તે કહ્યુ હતુ કે ભારતે અમને પરાજીત કર્યુ અને તે જીતવાના હકદાર હતા પરંતુ આ નિવેદનને દેખાડવામાં આવ્યું નહીં. ભારતીય પ્રશંસકોએ સોશિયલ મીડિયા પર મારી આલોચના કરી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news