વનડે, ટી20 અને ટી10 છે તો ટેસ્ટ સાથે છેડછાડ શા માટેઃ સચિન તેંડુલકર
આઈસીસી ઈચ્છે છે કે 143 વર્ષ જૂના પાંચ દિવસીય ફોર્મેટને ચાર દિવસનું કરી દેવામાં આવે અને આગામી ફ્યૂચર ટૂર પ્રોગ્રામ (એફટીપી) સિઝનમાં નિર્ધારિત ઓવરોના ક્રિકેટને વધુ મહત્વ આપવામાં આવે. વિરાટ કોહલી, રિકી પોન્ટિંગ, જસ્ટિન લેંગર અને નાથન લિયોન જેવા સ્ટાર ખેલાડીઓએ પરંતુ આ પ્રસ્તાવનો વિરોધ કર્યો છે.
નવી દિલ્હીઃ મહાન બેટ્સમેન સચિન તેંડુલકરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC)ના 'ચાર દિવસીય ટેસ્ટ'ના પ્રસ્તાવનો ભારે વિરોધ કર્યો છે અને સંચાલન સંસ્થાને આ ફોર્મેટ સાથે છેડછાડથી બચવાની અપીલ કરી છે, જેમાં સ્પિનરોની ભૂમિકા અંતિમ દિવસે હોય છે. આઈસીસી ઈચ્છે છે કે 143 વર્ષ જૂના પાંચ દિવસીય ફોર્મેટને ચાર દિવસ કરી દેવામાં આવે અને આગામી ભવિષ્ય પ્રવાસ કાર્યક્રમ (એફટીપી) સિઝનમાં નિર્ધારિત ઓવરોના ક્રિકેટને વધુ મહત્વ આપવામાં આવે.
વિરાટ કોહલી, રિકી પોન્ટિંગ, જસ્ટિન લેંગર અને નાથન લિયોન જેવા સ્ટાર ખેલાડીઓએ પરંતુ આ પ્રસ્તાવનો વિરોધ કર્યો છે. તેંડુલકરે કહ્યું, 'ટેસ્ટ ક્રિકેટના પ્રશંસક હોવાને નામે મને નથી લાગતું કે તેની સાથે છેડછાડ કરવી જોઈએ. આ ફોર્મેટ તે રીતે રમાવું જોઈએ જે રીતે વર્ષોથી રમાતું આવ્યું છે.' ટેસ્ટ અને 50 ઓવર ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન તેંડુલકરનું માનવું છે કે એક દિવસ ઓછો થવાથી બેટ્સમેન વિચારવા લાગશે કે ટેસ્ટ ક્રિકેટમાં સીમિત ઓવરોના ક્રિકેટનો વિસ્તાર થયો છે.
IND vs SL: શ્રીલંકા સામે બીજી ટી20 આજે, ઈન્દોરમાં ક્યારેય હાર્યું નથી ભારત
કેમ ન થવી જોઈએ ટેસ્ટ ફોર્મેટમાં છેડછાડ
200 ટેસ્ટ રમનાર વિશ્વના એકમાત્ર ક્રિકેટર તેંડુલકરે કહ્યું, 'બેટ્સમેન તે વિચારવાનું શરૂ કરી દેશે કે આ સીમિત ઓવરોની ક્રિકેટનું લાંબુ ફોર્મેટ છે, કારણ કે તમે બીજા દિવસે લંચ સુધી બેટિંગ કરો તો તમારી પાસે માત્ર અઢી દિવસ વધશે. તેનાથી રમતને લઈને વિચારધારા બદલાય જશે.' ચિંતાની એક અન્ય વાત છે કે એક દિવસ ઓછો થવાથી સ્પિનર બિનપ્રભાવી થઈ શકે છે. તેંડુલકરે કહ્યું, 'સ્પિનરને પાંચમાં દિવસે બોલિંગની તક ન આપવી, તેના જેવું છે જેમ કે પ્રથમ દિવસે ફાસ્ટ બોલરને બોલિંગની તક ન આપવી. વિશ્વમાં કોઈ એવો બોલર નથી જે પાંચમાં દિવસની પિચ પર બોલિંગ કરવા ઈચ્છશે નહીં.'
સ્પિન બોલિંગને નુકસાન
તેમણે કહ્યું, 'પાંચમાં દિવસે અંતિમ સત્રમાં કોઈ પણ સ્પિનર બોલિંગ કરવા ઈચ્છશે. બોલ પ્રથમ દિવસે કે પ્રથમ સત્રમાં સ્પિન થતો નથી. વિકેટને તૂટવામાં સમય લાગે છે. પાંચમાં દિવસે સ્પિન બોલરોને વધુ ફાયદો મળે છે.'
'83'ની ટીમે VIDEO શેર કરીને કપિલ દેવને કરી સલામ, રણવીરના લુકથી બધા સ્તબ્ધ
વનડે ટી20, અને ટી10 તો રમાઇ રહી છે..
તેમણે કહ્યું, 'આપણે સૌથી પહેલા સમજવું પડશે કે આ કેમ ઈચ્છે છે અને તે કરવાનું કારણ શું છે. તેનું એક વ્યવસાયિક પાસું પણ છે.' આ દિગ્ગજ બેટ્સમેને કહ્યું, 'દર્શકોને અનુકૂળ, હા તે મહત્વપૂર્ણ છે. પરંતુ તેના માટે ટેસ્ટથી વનડે આંતરરાષ્ટ્રીય અને પછી ટી20 સુધી પહોંચી ગયા અને હવે તો ટી10 મેચ પણ રમાઇ રહી છે. તેથી પરંપરાગત રીતે પણ કંઇક હોવું જોઈએ અને તે ટેસ્ટ ક્રિકેટ છે.'
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube