'83'ની ટીમે VIDEO શેર કરીને કપિલ દેવને કરી સલામ, રણવીરના લુકથી બધા સ્તબ્ધ

રણવીર સિંહ (Ranveer Singh) ની ફિલ્મ 83ની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. સોમવારે કપિલ દેવ (Kapil Dev) ના જન્મદિવસ પર આ ફિલ્મના નિર્માતાઓએ એક સ્પેશિયલ વીડિયો (Video) શેર કર્યો. જેમાં આ મહાન ખેલાડીનું સન્માન કરવામાં આવ્યું છે.

Updated By: Jan 7, 2020, 02:17 PM IST
'83'ની ટીમે VIDEO શેર કરીને કપિલ દેવને કરી સલામ, રણવીરના લુકથી બધા સ્તબ્ધ

નવી દિલ્હી: રણવીર સિંહ (Ranveer Singh) ની ફિલ્મ 83ની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. સોમવારે કપિલ દેવ (Kapil Dev) ના જન્મદિવસ પર આ ફિલ્મના નિર્માતાઓએ એક સ્પેશિયલ વીડિયો (Video) શેર કર્યો. જેમાં આ મહાન ખેલાડીનું સન્માન કરવામાં આવ્યું છે. આ વીડિયોમાં ફિલ્મનો એક સીન પણ છે. જેમાં તે કપિલને ચીયર કરતા જોવા મળે છે. 83 ફિલ્મની વાત કરીએ તો આ 1983 વર્લ્ડ કપમાં ભારતની ઐતિહાસિક જીત પર બની છે. આ વીડિયોમાં કપિલ દેવની મુસાફરી બતાવવામાં આવી છે. 

આવતી કાલે ભારત બંધમાં 25 કરોડ લોકો સામેલ થશે તેવો દાવો, જો કે મમતાએ જાળવ્યું અંતર

આ ફિલ્મમાં રણવીરના લુક્સના પણ દરેક જણ વખાણ કરી રહ્યાં છે. હકીકતમાં રણવીરે પણ કપિલના બર્થડે  પર કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં તે કપિલ દેવની જવાનીના દિવસોની યાદ અપાવે છે. આ તસવીરોને શેર કરતા રણવીરે લખ્યું કે હેપ્પી બર્થડે લેજેન્ડ, મને રસ્તો બતાવવા માટે થેંક્સ, તમે અમને ગર્વ મહેસૂસ કરાવ્યો. હવે અમારો વારો છે. એક તસવીરમાં રણવીર ટુનબ્રિજ વેલ્સ મેદાન પર કપિલ દેવના નટરાજ પોઝમાં જોવા મળી રહ્યાં છે. જ્યાં કપિલ દેવે 1983ના વર્લ્ડ કપની સેમીફાઈનલમાં ઝિમ્બાબવે વિરુદ્ધ 175 રન બનાવ્યાં હતાં. 

આમ તો આ ફિલ્મમાં રણવીર સિંહના લુક્સને જોઈને કપિલ દેવે એક ન્યૂઝ એન્જસીને કહ્યું કે હું સ્તબ્ધ હતો. એક ઝલકમાં દૂરથી જોતા બિલકુલ સરખા લાગતા હતાં. ક્લોઝઅપથી જ કોઈ સમજી શકે કે આ રણવીર સિંહ છે, હું નહીં. પરંતુ હું કહેવા માંગુ છું કે મેક અપ આર્ટિસ્ટે ખુબ સારું કામ કર્યું છે. હું તેમના કામના વખાણ કરું છું. મેં રણવીર સાથે સમય વીતાવ્યો, લાંબી વાતચીત કરી, તે મારાથી ખુબ અલગ માણસ છે. 

રણવીર સિંહ સાથે 83 ફિલ્મમાં દીપિકા પાદૂકોણ, ધૈર્ય કારવા, તાહિર રાજ ભસીન, જતિન સરના, હાર્ડી સંધૂ, સાકિમ સલીમ, પંકજ ત્રિપાઠી પણ છે. આ ફિલ્મ 10 એપ્રિલ 2020માં રિલીઝ થશે. જેને કબીર ખાને ડાઈરેક્ટ કરી છે.