Happy B`day Sachin: મુંબઈ ઈન્ડિયન્સે પૂછ્યું- એક શબ્દમાં જણાવો તમારા માટે શું છે સચિન, જવાબોએ ચોંકાવ્યા
24 એપ્રિલનો દિવસ કોઈ ઉત્સવથી ઓછો નથી કારણ કે સચિન તેંડુલકરનો જન્મ 1973માં આ દિવસે થયો હતો.
નવી દિલ્હીઃ સચિન તેંડુલકર (Sachin Tendulkar)ને ભગવાનની જેમ માનનારા દેશના કરોડો ક્રિકેટ પ્રેમિઓ માટે 24 એપ્રિલનો દિવસ કોઈ ઉત્સવથી ઓછો નથી કારણ કે સચિનનો જન્મ 1973માં આ દિવસે થયો હતો. વિશ્વના સર્વશ્રેષ્ઠ સર્વકાલિન બેટ્સમેન ગણાતા સચિન રમેશ તેંડુલકરે નાની ઉંમરમાં ક્રિકેટ રમવાનું શરૂ કરી દીધું હતું અને એક સમયે સૌથી નાની ઉંમરમાં ટેસ્ટ ક્રિકેટમાં પોતાના દેશનું પ્રતિનિધિત્વ કરવાનો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો હતો. તેઓ દેશના પ્રથમ ખેલાડી છે, જેને ભારત રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.
સચિન તેંડુલકર ભારત માટે 200 ટેસ્ટ મેચ, 463 વનડે આંતરરાષ્ટ્રીય મેચ રમી ચુક્યા છે. તેમના નામે ટેસ્ટ અને વનડેમાં 100 સદી નોંધાયેલી છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 100 સદી ફટકારનાર વિશ્વનો એક માત્ર બેટ્સમેન છે. આ સિવાય આ ઓપનિંગ બેટ્સમેને ક્રિકેટની દુનિયામાં 34357 રનનો પહાડ ઉભો કર્યો છે. આ મહાન ખેલાડીએ વર્ષ 2013માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું હતું.