જકાર્તાઃ ભારતીય બેડમિન્ટન સ્ટાર સાઇના નેહવાલે શનિવારે શાનદાર પ્રદર્શન કરતા ઈન્ડોનેશિયા માસ્ટર્સના ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. તેણે શનિવારે રમાયેલી સેમીફાઇનલમાં ચીની ખેલાડી બિંહજિયાઓને સાઇનાએ 18-21, 21-12, 21-18થી પરાજય આપ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આઠમી વરીયતા પ્રાપ્ત સાઇનાએ પ્રથમ સેટમાં 11-7થી લીડ મેળવી હતી પરંતુ બિંગજિયાઓએ વાપસી કરતા ગેમ 21-18થી જીતી લીધી હતી. 


બીજી ગેમમાં સાઇનાએ લય મેળવતા વાપસી કરી અને ગેમ 21-12થી પોતાના નામે કરી લીધી હતી. અંતિમ અને નિર્ણાયક સેટમાં સાઇનાએ 21-18થી જીત મેળવીને ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. 


ઈન્ડોનેશિયા માસ્ટર્સની ફાઇનલ રવિવાર (27 જાન્યુઆરી)એ રમાશે.