નવી દિલ્હીઃ બેડમિન્ટન સ્ટાર સાઇના નેહવાલ કોરોના પોઝિટિવ આવી છે. સાઇના બેડમિન્ટન ટૂર્નામેન્ટ રમવા માટે થાઈલેન્ડમાં છે, હવે તેને હોસ્પિટલમાં ક્વોરેન્ટીન કરી દેવામાં આવી છે. કોરોના પોઝિટિવ થયા બાદ આ સાઇના નેહવાલ માટે મોટો ઝટકો સાબિત થયો છે, કારણ કે  12થી 17 જાન્યુઆરી વચ્ચે યોનેક્સ થાઈલેન્ડ ઓપન રમાશે. ત્યારબાદ 19થી 24 જાન્યુઆરી વચ્ચે ટોયોટા થાઈલેન્ડ ઓપન અને 27થી 31 જાન્યુઆરી વચ્ચે બીડબ્લ્યૂ વિશ્વ ટૂર ફાઇનલ્સ રમાશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોના વાયરસ મહામારીને કારણે લગભગ 10 મહિના સુધી આંતરરાષ્ટ્રીય કેલેન્ડર પ્રભાવિત થયા બાદ ભારતીય બેડમિન્ટન ખેલાડી સાઇના નેહવાલ મંગળવારથી શરૂ થનાર થાઈલેન્ડ ઓપન સુપર 1000 ટૂર્નામેન્ટથી પ્રોફેશનલ મુકાબલામાં વાપસી કરવાની હતી. સિંધુ ઓક્ટોબરથી થાઈલેન્ડમાં ટ્રેનિંગ કરી રહી હતી. 


AUS vs IND: ભારતને વધુ એક ઝટકો, હવે સ્ટાર બોલર જસપ્રીત બુમરાહ ઈજાને કારણે બહાર

સાઇનાએ ટ્રેનર અને ફિઝિયોને મળવાની મંજૂરી ન આપવા પર વિશ્વ બેડમિન્ટન એસોસિએશનની આલોચના કરી હતી. સાઇનાએ સાથે કહ્યું કે, ખેલાડીઓને પહેલા જાણ કરી દેવાની જરૂર હતી કે તેને થાઈલેન્ડમાં તેના સપોર્ટ સ્ટાફને મળવા દેવામાં આવશે નહીં.


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube