નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC)ની ક્રિકેટ સમિતિના અધ્યક્ષ અનિલ કુંબલે  (Anil Kumble)એ કહ્યુ કે, બોલને ચમકાવવા માટે લાળની ઉપયોગ પ્રતિબંધ વચગાળાનું પગલું છે. કોવિડ 19 મહામારી સાથે જોડાયેલી સ્થિતિ નિયંત્રિત થયા બાદ વસ્તુ બીજીવાર સામાન્ય થઈ જશે. સંક્રમણના ખતરાને ઓછો કરવા માટે કુંબલેની આગેવાની વાળી સમિતિએ લાળના ઉપયોગ પર પ્રતિબંધ લગાવવાની ભલામણ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આઈસીસીએ શુક્રવારે ક્રિકેટ બીજીવાર શરૂ કરવાના પોતાના દિશાનિર્દેશોમાં પણ તેને પ્રતિબંધ કરવાની સલાહ આપી છે. કુંબલેએ સ્ટાર સ્પોર્ટ્સના શો ક્રિકેટ કનેક્ટેડથી કહ્યુ, આ માત્ર અંતરિમ ઉપાય છે અને આશા કરીએ કે થોડા મહિના કે એક વર્ષમાં સ્થિતિ નિયંત્રણમાં આવી જશે અને મને લાગે છે કે વસ્તુ પહેલાની જેમ સામાન્ય થશે.


લાળ પર પ્રતિબંધને લઈને બોલરોએ મિશ્ચિત પ્રતિક્રિયા આપી છે, જેનું કહેવું છે કે તેને ચોક્કસપણે સ્વિંગ હાસિલ કરવા પર અસર પડશે પરંતુ ઘણાએ તેના ઉપયોગથી થનારા સંભવિત સ્વાસ્થ્યના જોખમનો સ્વીકાર કર્યો છે. તે પ્રકારની પણ ચર્ચા છે કે આઈસીસીએ બોલને ચમકાવવા માટે વેક્સ જેવા કોઈ તત્વોના ઉપયોગની મંજૂરી આપવી જોઈએ કે નહીં. 


હિટમેને વાપસી માટે આપવી પડશે ફિટનેસ ટેસ્ટ, ન્યૂઝીલેન્ડના પ્રવાસ પર થયો હતો ઈજાગ્રસ્ત


કુંબલેએ કહ્યુ હતુ કે બહારના પદાર્થોના ઉપયોગને લઈને ચર્ચા થઈ હતી. કુંબલેએ આ આશંકા પર કહ્યુ, તમે રમતના ઈતિહાસને જુઓ, મારો કહેવાનો અર્થ છે કે આપણે ઘણા આલોચનાત્મક રહીયા છીએ અને બહારના પદાર્થને આવતો રોકવા પર આપણું ઘણું ધ્યાન રહ્યું છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર