હિટમેને વાપસી માટે આપવી પડશે ફિટનેસ ટેસ્ટ, ન્યૂઝીલેન્ડના પ્રવાસ પર થયો હતો ઈજાગ્રસ્ત

કોરોના વાયરસને કારણે લાગૂ લૉકડાઉનને કારણે તે આમ કરી શક્યો નથી અને હવે તેણે રાષ્ટ્રીય ટીમમાં પરત ફરતા પહેલા ફિટનેસ ટેસ્ટ આપવી પડશે. 

Updated By: May 24, 2020, 01:53 PM IST
હિટમેને વાપસી માટે આપવી પડશે ફિટનેસ ટેસ્ટ, ન્યૂઝીલેન્ડના પ્રવાસ પર થયો હતો ઈજાગ્રસ્ત

નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના વનડે અને ટી20 ફોર્મેટના વાઇસ કેપ્ટન રોહિત શર્માએ કહ્યુ કે, તે ઈજા બાદ વાપસી માટે તૈયાર છે, પરંતુ કોરોના વાયરસને કારણે લાગૂ લૉકડાઉનને કારણે તે આમ કરી શક્યો નથી અને હવે તેણે રાષ્ટ્રીય ટીમમાં પરત ફરતા પહેલા ફિટનેસ ટેસ્ટ આપવી પડશે. 

રોહિતે ફેબ્રુઆરીમાં ન્યૂઝીલેન્ડના પ્રવાસ વચ્ચે સ્વદેશ પરત ફરવું પડ્યું હતું. તેણે લા લિગાના ફેસબુક પેજ પર લખ્યુ, લૉકડાઉન પહેલા વાપસી માટે હું તૈયાર હતો. એક સપ્તાહ મારી ફિટનેસ ટેસ્ટ થવાની હતી, પરંતુ પછી લૉકડાઉન લાગૂ થઈ ગયું અને હવે નવેસરથી વાપસી કરવી પડશે. 

રોહિત શર્માએ કહ્યું, બધુ ખુલ્યા બાદ મારે એનસીએ જઈને ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે. તેને પાસ કરીને હું ટીમની સાથે પ્રેક્ટિસ શરૂ કરી શકીશ. મહારાષ્ટ્ર સરકારે ગ્રીન અને ઓરેન્જ ઝોનમાં સ્થિત સ્ટેડિયમોમાં દર્શકો વગર વ્યક્તિગત પ્રેક્ટિસની મંજૂરી આપી છે. 

કોવિડ-19 બાદ ક્રિકેટઃ પ્રેક્ટિસ દરમિયાન ખેલાડી જશે નહીં ટૉયલેટ, અમ્પાયરને નહીં આપી શકે કોઈ વસ્તુ

રોહિત શર્માએ અત્યાર સુધી 224 વનડેમાં 49.27ની એવરેજથી 9115 રન બનાવ્યા છે. તેણે 29 સદી અને 43 અડધી સદી ફટકારી છે. 108 ટી20 આંતરરાષ્ટ્રીયમાં 32.62ની એવરેજથી તેણે 2773 રન બનાવ્યા છે. તેના બેટથી 4 સદી અને 21 અડધી સદી ફટકારી છે. રોહિતે 32 ટેસ્ટ મેચોમાં 46.54ની એવરેજથી 2141 રન બનાવ્યા, જેમાં 6 સદી અને 10 અડધી સદી સામેલ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર