ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાને પોતાના છેલ્લા ગ્રાન્ડ સ્લેમ ટૂર્નામેન્ટમાં હારનો સામનો કરવો પડ્યો છે. સાનિયાએ પહેલા જ એલાન કરી દીધું હતું કે ઓસ્ટ્રેલિયન ઓપન તેનું આખરી ગ્રાન્ડ સ્લેમ હશે. આ ટૂર્નામેન્ટમાં તેણે બે વિભાગમાં ભાગ લીધો હતો. મહિલા યુગલમાં સાનિયાએ કઝાખસ્તાનની અન્ના દાનિલિના સાથે જોડી બનાવી હતી. જો કે તેઓ બીજા રાઉન્ડમાં બહાર થઈ ગયા હતા. જ્યારે મિક્સ્ટ ડબલ્સમાં સાનિયા અને રોહન બોપન્નાએ કમાલ કર્યો અને ફાઈનલમાં જગ્યા બનાવી. જો કે, ફાઈનલમાં હાર સાથે તેનું છેલ્લા ગ્રાન્ડ સ્લેમમાં ચેમ્પિયન બનવાનું સપનું તૂટી ગયું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સાનિયા અને બોપન્નાની જોડીએ બ્રાઝીલની લુઈસા સ્ટેફની અને રાફેલ માટોસે 6-7, 2-6ના અંતરથી હરાવ્યો હતો. ફાઈનલ મુકાબલામાં હાર બાદ બોલતા સાનિયા ખૂબ જ ભાવુક થઈ ગઈ અને આંસૂ નથી રોકી શકી. જો કે, જલ્દી તેણે પોતાની લાગણીઓ પર કાબૂ મેળવ્યો અને તેણે પોતાની વાત પુરી કરી.


આ પણ વાંચો: Rusk Making: ટોસ્ટ બનતા જોશો તો તમે પણ ખાવાનું કરી દેશો બંધ, આ છે બનાવવાની પ્રોસેસ
આ પણ વાંચો: ગેસ સિલિન્ડરની પણ હોય છે એક્સપાયરી ડેટ, આ રીતે કરો ચેક
આ પણ વાંચો:
 આ પાંચ દિવસે ના બનાવો ઘરમાં રોટલી, રિસાઇ જશે અન્નપૂર્ણાદેવી


ફાયદા જાણશો તો વાસી રોટલી ફેંકવાનો જીવ નહી ચાલે, પાડોશી પાસેથી માંગીને પણ લાવશો
આ પણ વાંચો: Eating Habits:રોટલી છે રોગનું ઘર, વધારે રોટલી ખાવાથી શરીરમાં બને છે ઝેર
આ પણ વાંચો: આ લોટની રોટલી ખાવાથી ડાયબિટીસની બીમારી જડમૂળથી થઈ શકે છે દૂર, એકદમ સચોટ છે ઉપાય


ઓસ્ટ્રેલિયન ઓપન 2023માં ફાઈનલ પહેલા માત્ર એક જ સેટમાં હારનારી સાનિયા અને રોહનની જોડી ફાઈલનમાં લયમાં જ જોવા મળી. પહેલા સેટમાં બંને વચ્ચે સંઘર્ષ થયો. પરંતુ અંતમાં બ્રાઝિલની જોડીએ 7-6થી સેટ જીત્યો. આશા હતી કે સાનિયા અને રોહન બીજા સેટમાં કમબેક કરશે. પરંતુ એવું ન થયું અને બીજો સેટ તેઓ 6-2ના મોટા અંતરથી જીતી ગયા. જો કે, હવે સાનિયાને બે મોટા ટૂર્નામેન્ટ રમવાના બાકી છે. એવાંમાં તેની સાથે જીત સાથે કરિયરને વિરામ આપવાનો મોકો છે.


આ પણ વાંચો: Tips and Tricks: નકલી હીંગ તમને કરી શકે છે બીમાર, આ રીતે જાણો ભેળસેળ છે કે નહી
આ પણ વાંચો: Ghee purity: શું તમારો પરિવાર પણ બનાવટી ઘી ખાય છે? આ સરળ રીતે ઓળખો
આ પણ વાંચો: બાસમતી ચોખા ખાશે ચાડી : આ રીતે કરો ઓળખ, સરકારે નક્કી કર્યા ધારા ધોરણો


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube