નવી દિલ્હીઃ Sania Mirza Retirement: ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા દુબઈ ડ્યુટી ફ્રી ટેનિસ ચેમ્પિયનશિપ ટૂર્નામેન્ટ બાદ પ્રોફેશનલ ટેનિસને અલવિદા કહી દેશે. દુબઈ ડ્યુટી ચેમ્પિયનશિપ ટુર્નામેન્ટ આવતા મહિને રમાશે. વાસ્તવમાં, સાનિયા મિર્ઝાએ ગયા વર્ષે યુએસ ઓપન પછી પ્રોફેશનલ ટેનિસને અલવિદા કહેવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ તે ઈજાને કારણે ટૂર્નામેન્ટમાં રમી શકી ન હતી, ત્યારબાદ તેણે નિવૃત્તિનો નિર્ણય બદલી નાખ્યો હતો. સાનિયા મિર્ઝાની ટેનિસ કારકિર્દી શાનદાર રહી છે. આ ખેલાડીએ ટેનિસ કોર્ટ પર ઘણા ખિતાબ જીત્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આવું રહ્યું છે ભારતીય ટેનિસ સ્ટારનું કરિયર
સાનિયા મિર્ઝાના કરિયરની વાત કરીએ તો, આ ભારતીય ટેનિસ સ્ટારે તેના પ્રોફેશનલ કરિયરમાં 6 મોટી ચેમ્પિયનશિપ જીતી હતી. સાનિયા મિર્ઝાએ 3 વખત ડબલ્સ અને 3 વખત મિક્સ ડબલ્સનો ખિતાબ જીત્યો છે. આ મહિને, સાનિયા મિર્ઝા ઓસ્ટ્રેલિયન ઓપનમાં તેની કઝાકિસ્તાન પાર્ટનર અન્ના ડેનિલિયા સાથે કોર્ટ પર ઉતરશે. ઉલ્લેખનીય છે કે સાનિયા મિર્ઝા છેલ્લા લગભગ 10 વર્ષથી દુબઈમાં રહે છે. દુબઈમાં સાનિયા મિર્ઝાની ઘણી ફેન ફોલોઈંગ છે. આ રીતે સાનિયા મિર્ઝા તેના ચાહકોની વચ્ચે તેની ટેનિસ કારકિર્દીને અલવિદા કહી દેશે.


આ પણ વાંચોઃ 2023 વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયા માટે સૌથી ઘાતક હથિયાર બનશે આ ખેલાડી! થઈ ગઈ ભવિષ્યવાણી


સાનિયા મિર્ઝાએ ઈન્સ્ટાગ્રામ પર કહી આ વાત
ઉલ્લેખનીય છે કે, સાનિયા મિર્ઝા અને પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિકના છૂટાછેડાના સમાચારે ઘણા ચર્ચામાં રહ્યાં હતા. આ સિવાય સાનિયા મિર્ઝાએ ભૂતકાળમાં તેના ઇન્સ્ટાગ્રામ પર તેના પુત્ર ઇઝાન સાથેના ફોટા શેર કર્યા છે અને લોકોને નવા વર્ષ 2023ની શુભકામનાઓ પણ પાઠવી છે. તેણે આ ફોટોના કેપ્શનમાં લખ્યું છે કે મારી પાસે આ વર્ષ 2022 માટે કોઈ મોટું કે ડીપ કેપ્શન નથી. જો કે મારી પાસે કેટલીક સુંદર સેલ્ફી છે, તમે બધાને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ, આ વર્ષ 2022 મારા માટે બહુ સારું રહ્યું નથી પણ અંતે બધું સારું છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube