ટીમ ઈંડિયામાં એન્ટ્રી જોઈતી હોય તો પહેલા ઘટાડો વજન.... BCCI એ આ સ્ટાર ખેલાડીને પરખાવી દીધું ચોખ્ખું
Sarfaraz Khan: વેસ્ટ ઇન્ડીઝના આ પ્રવાસમાંથી એક્ સ્ટાર ક્રિકેટરને બહાર કરી દેવામાં આવ્યો છે. જેને લઈને સૌથી વધુ આશ્ચર્ય છે. આ ખેલાડીનું નામ સરફરાજ ખાન છે. ટીમ ઈન્ડિયામાં સરફરાઝને જગ્યા ન મળવા પર સુનીલ ગાવસ્કરે પણ આ નિર્ણયની આલોચના કરી હતી.
Sarfaraz Khan: ટીમ ઇન્ડિયા જુલાઈ મહિનામાં વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ પર જવાની છે. અહીં બંને દેશની ટીમો વચ્ચે ટેસ્ટ, વનડે અને ટી ટવેન્ટી સિરીઝ રમાશે. વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે બીસીસીઆઈ એ વન-ડે અને ટેસ્ટ ટીમની ઘોષણા કરી દીધી છે. આ ટીમમાં કેટલા ખેલાડીઓ એવા છે જેનું નામ જોઈને ક્રિકેટ ચાહકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે. જોકે વેસ્ટ ઇન્ડીઝના આ પ્રવાસમાંથી એક્ સ્ટાર ક્રિકેટરને બહાર કરી દેવામાં આવ્યો છે. જેને લઈને સૌથી વધુ આશ્ચર્ય છે.
આ પણ વાંચો:
ઝિમ્બાબ્વેએ બે વખતની ODI વર્લ્ડકપ વિજેતા ટીમને હરાવી, વેસ્ટઈન્ડિઝ પર મોટો ખતરો
ODI વર્લ્ડ કપના ઈતિહાસમાં 44 વર્ષ બાદ થશે આવું, ભારતના નામે નોંધાશે ખાસ રેકોર્ડ
બલિનો બકરો બની ગયો ચેતેશ્વર પુજારા, ટેસ્ટ ટીમની પસંદગી પર ભડક્યા સુનીલ ગાવસ્કર
આ ખેલાડીનું નામ સરફરાજ ખાન છે. ટીમ ઈન્ડિયામાં સરફરાઝને જગ્યા ન મળવા પર સુનીલ ગાવસ્કરે પણ આ નિર્ણયની આલોચના કરી હતી. સરફરાઝને ટીમ ઈન્ડિયામાં ન લેવા પાછળનું કારણ બીસીસીઆઈના સૂત્રોએ એવું જણાવ્યું છે કે મુંબઈના આ બેસ્ટમેનની ફિટનેસ ખરાબ છે અને તેનામાં અનુશાસનની ખામી છે.
સરફરાઝની ટીમમાં પસંદગી ન થઈ અને ઋતુરાજ ગાયકવાડની પસંદગી થઈ તે વાતને લઈને પણ ચર્ચાઓ થઈ રહી છે. બીસીસીઆઈના એક અધિકારીના જણાવ્યાનુસાર સરફરાઝને વારંવાર નાપસંદ કરવામાં આવી રહ્યો છે તેની પાછળ ઘણા કારણો છે.
સતત બે સીઝનમાં 900 થી વધુ રન બનાવનાર ખેલાડીને ટીમ ઈંડિયામાં સ્થાન ન આપવા પાછળ તેનું વજન અને ફિટનેસ જવાબદાર છે. બીસીસીઆઈનું કહેવું છે કે તેની ફિટનેસ આંતરરાષ્ટ્રીય લેવલની નથી. સરફરાઝે આ મામલે મહેનત કરવી પડશે અને વજન ઓછું કરી ફિટનેસ જાળવવી પડશે. ત્યારબાદ તેને ટીમ ઈંડિયામાં એન્ટ્રી મળશે.