બેંગકોકઃ ભારતના સાત્વિકસાઈરાજ રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડીએ થાઈલેન્ડ ઓપન પુરૂષ ડબલ્સનું ટાઇટલ જીતી લીધું છે. આ ભારતીય જોડીએ ફાઇનલમાં ચીનના લી જુન હુઈ અને લિઉ યૂ ચેનની ચીની જોડીને 21-19, 18-21 અને 21-18થી હરાવીને ચેમ્પિયનશિપ પોતાના નામે કરી હતી. આ  BWF 500નું ટાઇટલ જીતનારી પ્રથમ ભારતીય પુરૂષ ડબલ્સ જોડી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતીય જોડીએ પ્રથમ ગેમમાં 10-6ની લીડ બનાવી હતી. ત્યારબાદ ચીની જોડીએ વાપસી કરી અને અંતર ઘટાડ્યું હતું. પ્રથમ ગેમમાં બ્રેક સમયે ભારતીય જોડી 11-9થી આગળ હતી. ત્યારબાદ બંન્ને જોડીઓ વચ્ચે એક-એક પોઈન્ટને લઈને કાંટાનો મુકાબલો થયો હતો. એક સમય પર સ્કોર 15-15થી બરોબર હતો. 18-18થી સ્કોર જીતીને ભારતીય જોડીએ 20-18ની લીડ મેળવી લીધી હતી. ચીની જોડીએ પરંતુ વધુ એક પોઈન્ટ મેળવ્યો છતાં ભારતીય જોડીએ પ્રથમ ગેમ 21-19થી પોતાના નામે કરી લીધી હતી. 


ચીની જોડીએ બીજી ગેમમાં 21-18થી જીત હાસિલ કરીને મેચમાં વાપસી કરી હતી. તેણે આ ગેમમાં પોતાનો અનુભવનો ઉપયોગ કર્યો અને ભારતીય જોડીને બેકફૂટ પર લાવી દીધી હતી. ભારતીય જોડીએ લીડ ઓછી કરવાનો પ્રયત્ન કર્યાં પરંતુ ચીની જોડીએ અંતે ગેમમાં જીત હાસિલ કરી હતી. 

લૉડરહિલ ટી-20: સિરીઝ પર કબજો કરવાના ઈરાદાથી ઉતરશે ભારતીય ટીમ

છેલ્લી ગેમમાં યુવા ભારતીય જોડીએ શાનદાર વાપસી કરી હતી. શરૂઆતમાં ચીની જોડીએ 4-1ની લીડ મેળવી પરંતુ ભારતીય જોડીએ પોતાની રમતથી ખુદને મેચમાં બનાવી રાખી હતી. ચીની જોડીએ કેટલિક ભૂલ કરી જેનો ચિરાગ અને રંકીરેડ્ડીએ ફાયદો ઉઠાવ્યો હતો. અંતમાં ચેમ્પિયનશિપની આ નિર્ણાયક ગેમ ભારતીય જોડીએ 21-18થી પોતાના નામે કરી લીધી હતી.