નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે આખરે કેટલાક નિર્દેશો સાથે જસ્ટિસ લોઢા પેનલે તૈયાર કરેલ ડ્રાફ્ટને સ્વીકૃતિ આપી દીધી છે. આ નિર્ણયને પગલે BCCIને રાહત મળી છે કારણ કે સુપ્રીમ કોર્ટે 'એક રાજ્ય, એક વોટ'ની નીતિમાં છૂટછાટ આપી છે. આ બદલાવને પગલે ગુજરાતના ત્રણ ક્રિકેટ એસોસિએશનને સંપૂર્ણ સભ્યનો દરજ્જો મળ્યો છે. હવે બરોડા, સૌરાષ્ટ્ર અને ગુજરાત ક્રિકેટ એસોસિએશન મતદાન કરી શકશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુપ્રીમ કોર્ટની 'એક રાજ્ય, એક વોટ'ની છુટછાટને કારણે મહારાષ્ટ્ર, મુંબઈ અને વિદર્ભ ક્રિકેટ અસોશિયેશનને પણ વોટિંગ કરવાના હક મળી ગયા છે. લોઢા કમિશનના સૂચન પ્રમાણએ જે અસોશિયેશન રાજ્ય સાથે સંકળાયેલા નથી (રેલવે, સર્વિસીઝ, યુનિવર્સિટીઝ, નેશનલ ક્રિકેટ ક્લબ (કોલકાતા) અને ક્રિકેટ ક્લિબ ઓફ ઇન્ડિયા) એને સંપૂર્ણ સભ્યપદ પરથી હટાવી દેવામાં આવ્યા છે અને હવે તેમને વોટિંગના હક નહીં મળે. 


જસ્ટિસ દીપક મિશ્રાના વડપણ હેટળની સુપ્રીમ કોર્ટના ત્રણ જજોની બેન્ચે BCCIને ચાર અઠવાડિયાની અંદર તામિલનાડુ રજિસ્ટ્રાર ઓફ સોસાયટીઝ પાસે નવું બંધારણ રજિસ્ટર કરવાનો આદેશ પણ આપ્યો છે. 


સમાચારજગતની અપડેટ્સ જાણવા કરો ક્લિક...