24 રન પર ALL OUT થઈ ગઈ આ ટીમ, બનાવ્યો શરમજનક રેકોર્ડ
મંગળવારે યજમાન ઓમાનની ટીમ અલ અમીરાત ક્રિકેટ ગ્રાઉન્ડમાં સ્કોટલેન્ડ વિરુદ્ધ 50 ઓવરોના મુકાબલામાં માત્ર 24 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી.
નવી દિલ્હીઃ ક્રિકેટમાં આંકડામાં રૂચિ રાખનાર માટે મોટા સમાચાર ઓમાનથી આવ્યા છે. મંગળવારે યજમાન ઓમાનની ટીમ અલ અમીરાત ક્રિકેટ ગ્રાઉન્ડ (Al Amerat Cricket Ground)માં સ્કોટલેન્ડ વિરુદ્ધ 50 ઓવરોના મુકાબલામાં માત્ર 24 રનમાં ઢેર થઈ ગઈ હતી.
ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઓમાનની ટીમ 17.1 ઓવરોમાં માત્ર 24 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી. ખવાર અલી (15) એકમાત્ર બેટ્સમેન રહ્યો, જે બે આંકડા સુધી પહોંચી શક્યો હતો. આ દરમિયાન છ ખેલાડી ખાતુ ખોલાવ્યા વિના આઉટ થયા હતા. સ્કોટલેન્ડ તરફથી એડ્રિયન નેલ અને આર. સ્મિથે સર્વાધિત 4-4 વિકેટ ઝડપી હતી.
List A cricket: ન્યૂનતમ સ્કોર
18- વેસ્ટઈન્ડિઝ U19 vs બારબાડોસ, 2007
19- સાર્કેન્સ એસસી vs કોલ્ટ્સ સીસી, 2012
23- મિડિલસેક્સ vs યોર્કશાયર, 1974
24- ઓમાન vs સ્કોટલેન્ડ, 2019
લિસ્ટ એ ક્રિકેટમાં વનડે આંતરરાષ્ટ્રીય સિવાય વિભિન્ન ડોમેસ્ટિક મુકાબલા સામેલ હોય છે. આમ તો આંતરરાષ્ટ્રીય મેચ પણ લિસ્ટ-એ અંતર્ગત આવે છે, જેમાં રમી રહેલી ટીમને વનડે આંતરરાષ્ટ્રીયનો દરજ્જો પ્રાપ્ત નથી. લિસ્ટ-એ હેઠળ 40થી 60 ઓવર સુધીની એક ઈનિંગ હોય છે. ઓમાનની ટીમે અત્યાર સુધી કોઈ વનડે આંતરરાષ્ટ્રીય મેચ રમી નથી, જ્યારે સ્કોટલેન્ડને વનડે આંતરરાષ્ટ્રીયનો દરજ્જો પ્રાપ્ત છે અને તે હાલના આઈસીસી વનડે રેન્કિંગમાં 13માં સ્થાન પર છે.
સ્કોટલેન્ડની ટીમે 280 બોલ બાકી રહેતા 3.2 ઓવરમાં 26 રન બનાવીને 10 વિકેટથી આ મેચ જીતી લીધી હતી. લિસ્ટ-એ ક્રિકેટમાં સર્વાધિક બોલ બાકી રહેતા જીતનો રેકોર્ડ કોલ્ટ ક્રિકેટ ક્લબે ડિસેમ્બર 2012માં બનાવ્યો હતો. જ્યારે તેણે કોલંબોમાં સાર્કેન્સ એસસીને 19 રનમાં આઉટ કરી 286 બોલ બાકી રહેતા 2.2 ઓવરમાં 20 રન બનાવી જીત હાસિલ કરી હતી.
વનડે આંતરરાષ્ટ્રીયમાં સૌથી ઓછા સ્કોર પર ઓલઆઉટ થવાનો રેકોર્ડ ઝિમ્બાબ્વ ટીમના નામે છે. તે 2004માં હરારેમાં શ્રીલંકા વિરુદ્ધ 35 રન પર આઉટ થઈ ગઈ હતી.