નવી દિલ્હીઃ વેસ્ટ ઈન્ડિઝે ઈંગ્લેન્ડને બીજી વનડેમાં 26 રનથી હરાવીને પાંચ મેચોની સિરીઝમાં 1-1થી બરોબરી કરી લીધી છે. પ્રથમ બેટિંગ કરતા યજમાન ટીમે 50 ઓવરમાં 6 વિકેટ પર 289 રન બનાવ્યા હતા. લક્ષ્યનો પીછો કરતા ઈંગ્લેન્ડની આખી ટીમ 47.4 ઓવરમાં 263 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. વેસ્ટઈન્ડિઝના બેટ્સમેન શિમરોન હેટમાયરને અણનમ 104 રન ફટકારવા માટે મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. ટ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટોસ જીતીને ઈંગ્લેન્ડે પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. યજમાન ઓપનિંગ બેટ્સમેન ક્રિસ ગેલ અને જોન કૈમ્પબેલે પ્રથમ વિકેટ માટે 61 રન જોડ્યા હતા. ગત મેચમાં સદી ફટકારનાર ગેલે આ મેચમાં અડધી સદી ફટકારી હતી. શાઈ હોપની શરૂઆત સારી રહી પરંતુ તે 33 રન બનાવી આઉટ થઈ ગયો હતો. શિમરોન હેટમાયરે ઈનિંગની જવાબદારી પોતાની ઉપર લેતા શાનદાર સદી ફટકારી હતી. તેણે 83 બોલમાં 7 ફોર અને 7 સિક્સની મદદથી અણનમ 104 રન બનાવ્યા અને વિન્ડિઝે 6 વિકેટે 289 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડ તરફથી માર્કવુડ, પ્લંકેટ, રાશિદ અને બેન સ્ટોક્સને એક-એક સફળતા મળી હતી.


વિશ્વકપમાં પાક સાથે રમવું કે નહીં, કોહલીએ આપ્યું નિવેદન 


લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની શરૂઆત ખરાબ રહી હતી. જોની બેયરસ્ટો (0) અને જેસન રોય (2)ની વિકેટ 10 રનની અંદર ગુમાવી દીધી હતી. ત્યારબાદ મોર્ગન અને રૂટે ત્રીજી વિકેટ માટે 50 રનની ભાગીદારી કરી હતી. રૂટ 36 રન બનાવી આઉટ થયો હતો. મોર્ગને એક છેડો સાચવી રાખતા અડધી સદી ફટકારી હતી. સ્કોક્સે તેનો સાથ આપતા 79 રન બનાવ્યા પરંતુ આ બંન્ને બેટ્સમેન આઉટ થતા ઈંગ્લેન્ડનો ધબડકો થયો હતો. ત્યારબાદ ટીમ 263 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. વેસ્ટઈન્ડિઝના શેલ્ડન કોટ્રેલે 5 વિકેટ ઝડપી હતી.