રાંચીઃ આઈપીએલ  2020 (IPL 2020)મા એમસએસ ધોની (MS Dhoni)ની નિષ્ફળતાને લઈને કેટલાક લોકોએ સોશિયલ મીડિયા પર તેની પાંચ વર્ષની પુત્રી ઝિવા  (Ziva Dhoni)ને રેપની ધમકી આપી હતી. ધોનીની પત્ની સાક્ષી રાવતને તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અસામાજીક તત્વોએ ખરાબ કોમેન્ટ કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ધમકી બાદ રાંચી પોલીસ સતર્ક થઈ ગઈ છે. ધોનીના સિમલિયા સ્થિત ફાર્મ હાઉસની સુરક્ષા વધારી દેવામાં આવી છે. સિમલિયા વિસ્તારમાં પોલીસે પેટ્રોલિંગ વધારી દીધું છે. સાથે ધોનીના ઘરની બહાર સ્ટેટિક ફોર્સ નિયુક્ત કરવામાં આવી છે. 


BCCIએ મહિલા T20 ચેલેન્જની ટીમ અને કાર્યક્રમ કર્યો જાહેર

કર્ણાટકના જયનગરના ધારાસભ્ય સૌમ્યા રેડીએ કહ્યું કે, આ પરેશાન કરનારી વાત છે. આપણા દેશમાં શું થઈ રહ્યું છે, તે સમજાતું નથી. આપણે ક્યાં જઈ રહ્યાં છીએ? તો રાજ્યસભા સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યું કે, આ તે વાતનું સૌથી ખરાબ ઉદાહરણ છે કે કઈ રીતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો દૂરૂપયોગ થઈ રહ્યો છે. 


વાંચો આઈપીએલના તમામ સમાચાર


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર