રશિયાઃ આઠ વર્ષ બાદ વિશ્વકપમાં ઉતરેલી સર્બિયા ટીમના કેપ્ટન એલેક્જેન્ડર કોલારોવ દ્વારા ફ્રી કિક પર કરેલા ગોલની મદદથી રવિવારે સમારા સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં કોસ્ટા રિકાને 1-0થી પરાજય આપીને ટૂર્નામેન્ટમાં વિજયી પ્રારંભ કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગ્રુપ-ઈના આ મેચમાં કોસ્ટા રિકાને સર્બિયાની ટીમ સામે દબાવમાં જોવા મળી. તે સર્બિયાના ડિફેન્સને ભેદવામાં નિષ્ફળ રહી અને આજ કારણે પોતાના એકપણ અવસરને ગોલમાં ન ફેરવી શકી. 


મેચની શરૂઆતમાં બંન્ને ટીમ એકબીજાને સારી ટક્કર આપતી હતી. 11મી મિનિટે કોસ્ટા રિકાને પેનલ્ટી કોર્નર મળી અને ગુજમાને ફુટબોલ પર કિક મારી અને ગોંજાલેજે હેડર મારીને તેને સર્બિયાના ગોલ પોસ્ટ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો, પરંતુ ફુટબોલ નેટ ઉપરથી નીકળી ગયો. 


ત્યારબાદ 13મી મિનિટે સર્બિયાના ખેલાડી મિત્રોવિકે મોટો શોટ મારીને કોસ્ટા રિકાના ગોલ પોસ્ટ સુધી ફુટબોલ મોકલવાનો પ્રયત્ન કર્યો, પરંતુ કે.નવાસે શાનદાર બચાવ કરતા તેને અસફળ કરી દીધો. 


રેફરીએ આ વચ્ચે કોસ્ટા રિકાના ખેલાડી ફ્રાંસિસ્કો જેવિયર કાલ્વો ક્વેસાડાને યલો કાર્ડ દેખાડ્યું. બંન્ને ટીમનું ડિફેન્સ શાનદાર રહ્યું, પરંતુ સ્ટ્રાઇકરો કમાન ન કરી શક્યા. 


સર્બિયા ટીમના ફોરવર્ડમાં અનુભવની કમી જોવા મળી. તે કોસ્ટા રિકાના ગોલ પોસ્ટ સુધી પહોંચી તો રહ્યાં હતા પરંતુ ગોલ કરી શકતા ન હતા. 26મી મિનિટે સર્હિયાને ફરી ગોલ કરવાનો અવસર મળ્યો હતો. મિલિનોવિકે ફુટબોલને પોતાની પાસે લઈને વિરોધી ટીમના ગોલપોસ્ટ સુધી પહોંચવા માટે વિચાર્યું પરંતુ કોસ્ટા રિકાના ગોલકીપર નવાસે આ પ્રયત્નને નિષ્ફળ કરી દીધો. 


સર્બિયાના ખેલાડી મિલિકોવિક સાવિકે મિલિવોજેવિક તરફથી મળેલા પાસને પાઇકલ કિક મારતા કોસ્ટા રિકાના ગોલ પોસ્ટ પર માર્યો, પરંતુ એકવાર ફરી સાવિકે શાનદાર બચાવ કરતા આ શોટને અસફળ કરી દીધો. આમ બંન્ને ટીમો વચ્ચે પ્રથમ હાફ ગોલવિહોણો રહ્યો હતો. 


બીજા હાફમાં ઘણા અવસર મળ્યા પરંતુ અસફળ રહ્યાં બાદ આખરે 56મી મિનિટમાં કેપ્ટન એલેક્જેન્ડર કોલારોવે ફ્રી કિક પર સીધો શોટ મારીને તેને કોસ્ટા રિકાના ગોલ પોસ્ટ સુધી પહોંચાડ્યો અને સર્બિયાનું ખાતુ ખોલીને તેને 1-0ની લીડ અપાવી. 


કોસ્ટા રિકાની ટીમને આ દરમિયાન બે વાર ફ્રી કિકના માધ્યમથી સ્કોર બરાબર કરવાનો ચાન્સ મળ્યો પરંતુ ટીમ બંન્ને પ્રયાસોમાં અસફળ રહી હતી. 


બંન્ને ટીમને પાંચ મિનિટનો વધારાનો સમય આપવામાં આવ્યો. તેવામાં 95મી મિનિટમાં ક્રિસ્ટિયન બોલાનોસનો શોટ સર્બિયાના ગોલ પોસ્ટના ઓફ સાઇડમાં ગયો અને એકવાર ફરી કોસ્ટા રિકા સ્કોર બરાબર કરતા ચૂકી ગયો અને તેને 0-1થી હારનો સામનો કરવો પડ્યો હતો.