US Open: સેરેના વિલિયમ્સની મારિયા શારાપોવા પર 20મી જીત, 6-1, 6-1થી હરાવી
યૂએસ ઓપનમાં સેરેના, વીનસ વિલિયમ્સ બીજા રાઉન્ડમાં પહોંચી ગઈ છે. મારિયા શારાપોવા પ્રથમ રાઉન્ડમાં બહાર થઈ ગઈ છે.
ન્યૂયોર્કઃ અમેરિકાની સ્ટાર ટેનિસ ખેલાડી સેરેના વિલિયમ્સે યૂએસ ઓપનના પ્રથમ રાઉન્ડમાં રૂસની મારિયા શારાપોવાને પરાજય આપ્યો છે. સેરેનાએ આ મુકાબલો 6-1, 6-1થી પોતાના નામે કર્યો હતો. શારાપોવા પર આ તેની સતત 19મી જીત છે. બંન્ને વચ્ચે અત્યાર સુધી 22 મેચ રમાઇ છે. તેમાં શારાપોવા માત્ર બે વખત જીતવામાં સફળ રહી છે. સેરેનાને પાછલા વર્ષની ફાઇનલમાં ચેર અમ્પાયર રહેલા કાર્લોસ રામોસ વિશે પૂછવામાં આવ્યું હતું. તેના પર તેણે કહ્યું, 'હું નથી જાણતી તે કોણ છે.'
હકીકતમાં પાછલા વર્ષે યૂએસ ઓપનની ફાઇનલ સેરેના અને નાઓમી ઓસાકા વચ્ચે રમાઇ હતી. મેચ દરમિયાન રામોસે સેરેનાને બોક્સમાથી કોચિંગ લેવાને કારણે ચેતવણી આપી હતી. સેરેનાના રેકેટથી ફાઉલ પર એક પોઈન્ટની પેનલ્ટી આપવામાં આવી તો તે ભડકી હતી. સેરેનાએ અમ્પાયરને ચોર અને જૂઠ્ઠો કર્યો હતો અને માફી માગવા કહ્યું હતું. અમ્પાયર રામોસે ત્યારબાદ નારાજ સેરેનાને અમ્પાયર સંહિતાના ત્રીજા ઉલ્લંઘન માટે એક ગેમની પેનલ્ટી આપી હતી. ત્યારબાદ ઓસાકા બીજા સેટમાં આગળ થઈ ગઈ હતી અને મેચ જીતી ગઈ હતી. "
સર ડૉનલ્ડ બ્રેડમેનઃ ક્રિકેટના 'ડોન'નો આજે જન્મદિવસ, જાણો- 5 ખાસ વાતો
સેરેનાએ કહ્યું- શારાપોવાની રમત મારી વિરુદ્ધ સારી રહે છે
સેરેનાએ શારાપોવા વિરુદ્ધ મેચ પર કહ્યું, 'તેની રમત મારા વિરુદ્ધ સારી રહે છે. તેના સ્ટ્રાઇક ઝોનમાં આવતા હતા. તે મારી માટે સારૂ હતું. હું બોલને મારા ઝોનમાં લાવવામાં સફળ રહી. ખાસ કરીને બ્રેકપોઈન્ટમાં કોઈ તક ન આપી. તે હંમેશા આગળ વધતી ખેલાડી છે. તે હંમેશા લડવા ઈચ્છે છે. બીજા રાઉન્ડમાં સેરેનાની ટક્કર અમેરિકાની વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી પ્લેયર કૈટી મમૈકનેલી સામે થશે.'
વર્લ્ડ નંબર બે બાર્ટી અને નંબર ત્રણ પ્લિસ્કોવા જીતી
મહિલા સિંગલ્સના અન્ય મુકાબલામાં ઓસ્ટ્રેલિયાની એશ્લે બાર્ટી, જર્મનીની એંજેલિક કર્બર, ચેક ગણરાજ્યની કૈરોલિન પ્લિસ્કોવા અને બ્રિટનની જોન્ટા કોન્ટાએ જીત મેળવી હતી. વર્લ્ડ નંબર બે બાર્ટીએ કઝાખસ્તાનની જરિના ડિયાઝને 1-6, 6-3, 6-3થી પરાજય આપ્યો હતો. ત્રીજા રેન્ક વિરુદ્ધ પ્લિસ્કોવાએ પોતાના દેશની માર્ટિનકોવાને 7-6 (8/6), 7-6 (7/3)થી હરાવી હતી.
US Open: રોજર ફેડરરે જીતી મેચ, ભારતના સુમિત નાગલે જીત્યા દિલ
વીનસે જીત સાથે કરી શરૂઆત
સેરેનાની બહેન વીનસે પણ જીત સાથે શરૂઆત કરી હતી. તેણે ચીનની ઝેંગ સસાઈને 6-1, 6-0થી હરાવી હતી. વીનસ વર્લ્ડ રેન્કિંગમાં 52મા સ્થાને છે. વર્લ્ડ નંબર-14 કર્બરે ફ્રાન્સની ક્રિસ્ટિના મ્લાદેનોવિચને 1-6, 0-6, 6-4થી હરાવી હતી. વર્લ્ડ નંબર 16 કોન્ટાએ રૂસની દારિયા કસ્તાનિકાને 6-1, 4-6, 6-2થી હરાવી હતી.