US Open: રોજર ફેડરરે જીતી મેચ, ભારતના સુમિત નાગલે જીત્યા દિલ
યૂએસ ઓપનમાં સુમિત નાગલે રોજર ફેડરર વિરુદ્ધ પ્રથમ સેટ જીતીને બધાને ચોંકાવી દીધા હતા.
Trending Photos
ન્યૂયોર્કઃ સુમિત નાગલે જુસ્સો અને આક્રમકતા દેખાડી ગ્રાન્ડસ્લેમમાં પોતાના પર્દાપણની શાનદાર શરૂઆત કરતા દિગ્ગજ રોજર ફેડરર સામે પ્રથમ સેટ જીત્યો પરંતુ અંતમાં તેણે યૂએસ ઓપનના પ્રથમ રાઉન્ડ અને આ મેચમાં હારીને બહાર થવું પડ્યું હતું. ભારતમાં ચર્ચિત આ મેચમાં ઇઝ્ઝરના 22 વર્ષીય નાગલે સોમવારે રાત્રે પોતાની પ્રતિભાની ઝલક દેખાડ્યા બાદ આર્થર એસ સ્ટેડિયમમાં રમાયેલો આ મુકાબલો 4-6, 6-1, 6-2, 6-4થી ગુમાવ્યો હતો. નાગત છેલ્લા 20 વર્ષોમાં ગ્રાન્ડસ્લેમના પુરૂષ સિંગલ્સ મુખ્ય ડ્રોમાં એક સેટ જીતનાર માત્ર ચોથો ભારતીય છે.
તેની વિશેષતા તે રહી કે આ સેટ તેણે ફેડરર વિરુદ્ધ જીત્યો જેના નામ પર 20 ગ્રાન્ડસ્લેમ ટાઇટલ નોંધાયેલા છે. છેલ્લા બે દશકમાં નાગલ પહેલા ગ્રાન્ડસ્લેમ ટૂર્નામેન્ટમાં માત્ર સોમદેવ દેવબર્મન, યુકી ભાંબરી અને સાકેત મયનેની જ સેટ જીતવામાં સફળ રહ્યાં હતા. ક્વોલિફાઇંગના માધ્યમથી યૂએસ ઓપનના મુખ્ય ડ્રોમાં જગ્યા બનાવનાર નાગલને ન માત્ર 58000 ડોલરની રકમ મળશે પરંતુ તેને આ મેચથી જે અનુભવ મળશે તે આગળ પણ કામ લાગશે.
ફેડરરે કહ્યું, 'તે મારા માટે મુશ્કેલ સેટ હતો. તે ઘણું સારૂ રમ્યો તેનો શ્રેય તેને જાય છે. હું ઘણા બોલને રમવાથી ચુકી ગયો અને ભૂલ ઓછી કરવા પર ધ્યાન આપી રહ્યો હતો. આશા છે કે આગળ હું સારૂ પ્રદર્શન કરીશ.'
ફેડરરને પૂછવામાં આવ્યું કે શું એકવાર તેને લાગ્યું કે તે નાગલ નહીં પરંતુ નડાલ વિરુદ્ધ રમી રહ્યો છે કારણ કે બંન્નેના નામના શબ્દોમાં માત્ર 'ડી' અને 'જી'નું અંતર છે. તેના પર સ્વિસ દિગ્ગજે કહ્યું, નહીં. આ તમારા અને સોશિયલ મીડિયા માટે છે.
મેચમાં ફેડરરની શરૂઆત સારી ન રહીં પરંતુ નાગલ માટે તો આ શાનદાર પ્રારંભ હતો. આ ભારતીય પ્રથમ સેટ જીતીને દર્શકોને ચોંકાવી દીધા હતા. તેણે ત્રીજી ગેમમાં ફેડરનના ડબલ ફોલ્ટનો ફાયદો ઉઠાવીને બ્રેક પોઈન્ટ લીધો હતો. ફેડરર જ્યારે એટીપી રેન્કિંગમાં 190મા નંબરના ખેલાડીને સમજવાનો પ્રયત્ન કરી રહ્યો હતો ત્યારે નાગલે પોતાના રિટર્ન અને ફોરહેન્ડથી તમામનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું. હજુ ફેડરર અને દર્શકો કંઇક સમજી શકે તે પહેલા નાગલે બીજીવાર તેની સર્વિસ તોડી હતી. ત્યારબાદ તેણે 0-30થી પાછળ રહ્યાં બાદ પોતાની સર્વિસ બચાવી હતી. નાગરે આક્રમક શોટ્સ રમીને ફેડરરને નેટ પર આવવાની તક ન આપી.
આ વચ્ચે ફેડરર પોતાની ભૂલ પર કાબુ કરવા માટે સંઘર્ષ કરી રહ્યો હતો. ફેડરરે પ્રથમ સેટમાં 19 ભૂલ કરી જ્યારે નાગલે આ વચ્ચે માત્ર 9 ભૂલ કરી હતી. આમ અંતે ફેડરર મેચ જીતવામાં સફળ રહ્યો હતો. જ્યારે નાગલે લોકોના દિલ જીત્યા હતા. તે કેટલાક ઓટોગ્રાફ આપીને અને તાળીઓના ગળગળાટ વચ્ચે આર્થર એસ સ્ટેડિયમમાંથી બહાર આવ્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે