નવી દિલ્હી: ભારતીય પૈરાલંપિક સમિતિ (પીસીઆઇ)એ સ્ટાર અભિનેતા શાહરૂખ ખાનની હાજરીમાં બુધવારે ખેલાડીઓને 6થી 13 ઓકટોબર સુધી રમાવનારી ત્રીજી પેરા એશિયન ગેમ્સમાં ભાગ લેવા માટે રવાના કર્યા છે. પેરા એશિયન ગેમ્સમાં ખેલાડી એથલેટિક્સ, તરણ, બેડમિન્ટન, ચેસ અને પાવરલિફ્ટિંગ જેવી સ્પર્ધાઓમાં ભાગ લેશે. પીસીઆઇના અધ્યક્ષ રાવ ઇન્દ્રરજીત સિંહએ કહ્યું હતું કે, ‘‘લગભગ 200 એથલીટ, કોચ, સહયોગી સ્ટાફ, સ્ટાફ અને અધિકારીઓ થઇને 300 સભ્યો ભારતીય દળની સાથે જકાર્તા રવાના થયા છે.’’


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતને પેરાલંપિક મેડલ જીતનાર દીપા મલિક, દેવેન્દ્ર ઝઝારિયા, મરિયપ્પા થાંગવેલૂ, વરૂણ ભાટી ઉપર મેડલ જીતની આવે તેવી આશા છે. દીપાએ 2016માં રયો પેરાલંપિકમાં શોટપુટમાં સિલ્વર મેડલ જીત્યો હતો અને તે આ રમતમાં પદક જીતનારી પ્રથમ ભારતીય મહિલા છે. તેણે અને અન્ય ખેલાડીઓને શાહરુખ ખાનને પેરા અથલિટોના સત્તાવાર બ્રાંડ દુત બનાવવાની ઇચ્છા વ્યક્ત કરી છે. ઇન્ચિયોન પેરા એશિયાઇ ગેમ્સમાં ભારતે 33 મેડલ હાંસલ કર્યા હતા જેમાં ત્રણ ગોલ્ડ, 14 સિલ્વર અને 16 બ્રોન્સ મેડલ શામેલ છે.



શાહરૂખ ખાનની મીર ફાઉન્ડેશન પેરા એશલીટોનું સમર્થન કરે છે. તમણે કહ્યું હતું કે, "હું અહીંયા સ્વાર્થ સાથે આવ્યો છું, હું જ્યારે બાળક હતો ત્યારે હું પણ રમતોમાં ભાગ લેતો હતો. એક દિવસ મને વાગ્યું અને ત્યારબાદ એક વર્ષ સુધી મારે ઘરે બેસી રહેવું પડ્યું હતું."


વધુમાં શાહરુખ ખાને જણાવ્યું હતું કે, ''મને લાગ્યું કે મારી લાઇફ પૂરી થઇ ગઇ પરંતુ જ્યારે પણ આ ખેલાડીઓને જોઉં છું ત્યારે હું તેમનામાંથી પ્રેરણા લઉં છું. હું અહીંયા આ લોકોથી પ્રેરિત થવા માટે આવ્યો છું અને પ્રેરિત કરવા માટે આ પેરા એથલીટનો આભાર."