... તો સ્પોટ ફિક્સિંગ વિશે પાકિસ્તાની ક્રિકેટર શાહિદ આફ્રિદીને પહેલાથી જ જાણ હતી
પાકિસ્તાનનો પૂર્વ ઓલરાઉન્ડર ખેલાડી શાહિદ આફ્રિદી પોતાની આત્મકથા ગેમ ચેન્જરમાં દરરોજ નવા નવા ખુલાસા કરી રહ્યો છે.
નવી દિલ્હીઃ પાકિસ્તાનના પૂર્વ ઓલરાઉન્ડર કેલાડી શાહિદ આફ્રિદી પોતાની આત્મકથા 'ગેમ ચેન્જર'માં દરરોજ નવા નવા ખુલાસા કરી રહ્યો છે. આફ્રિદીએ પોતાની આત્મકથામાં કહ્યું કે, વર્ષ 2010માં થયેલા સ્પોટ ફિક્સિંગ કાંડ પહેલા તેણે પોતાના ટીમ સાથે સલમાન બટ્ટ, મોહમ્મદ આમિર અને મોહમ્મદ આસિફના ખોટા કામોથી ટીમ મેનેજમેન્ટને માહિતગાર કર્યાં હતા.
આફ્રિદીએ કહ્યું કે, તેણે જ્યારે આ મામલાને ટીમ મેનેજમેન્ટની સાથે ઉઠાવ્યો તો પછી તેણે દંડ ટેસ્ટ કેપ્ટનશિપ છોડીને ઉઠાવવો પડ્યો હતો. તેમાં તેનું કહેવું છે કે, તે એજન્ટ મઝહર માજીદ, જે તે કાંડનો સૌથી ષડયંત્રકારી અને ખેલાડીઓ વચ્ચે થયેલી શંકાસ્પદ વાતચીતથી માહિતગાર હતો. તેણે કહ્યું કે, આ વાતચીત 2010ના શ્રીલંકા પ્રવાસ પર એશિયા કપ દરમિયાન થઈ હતી.
આફ્રિદીએ લખ્યું, 'મે રેકેટમાં સામેલ મૂળ પૂરાવાઓને પકડી લીધા હતા, જે ફોન સંદેશના રૂપમાં સ્પોટ ફિક્સિંગ વિવાદમાં સામેલ ખેલાડીઓ વિરુદ્ધ હતા.' જ્યારે હું તે પૂરાવાઓ ટીમ મેનેજમેન્ટ પાસે લઈ ગયો અને ત્યારબાદ આગળ જે કંઇ પણ થયું તેને જોઈને પાકિસ્તાનની રાષ્ટ્રીય ક્રિકેટ ટીમને ચલાવનાર પર વધુ વિશ્વાસ થતો નથી.
IPL 2019: કોટલામાં જીત્યું દિલ્હી, રાજસ્થાન રોયલ્સ ટૂર્નામેન્ટમાંથી બહાર
તેણે કહ્યું, શ્રીલંકાના પ્રવાસ પહેલા, માજીદ અને તેનો પરિવાર ચેમ્પિયનશિપ દરમિયાન ટીમમાં સામેલ થયા હતા. માજીદના પુત્રએ પોતાના પિતાના મોબાઇલને પાણીમાં પાડી દીધો અને પછી ફોને કામ કરવાનું બંધ કરી દીધું હતું.
પૂર્વ કેપ્ટને આગળ કહ્યું કે, તેણે પાકિસ્તાન ટીમના અધિકારીઓને આ વિશે સતર્ક કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં ન આવી. તેણે કહ્યું, જ્યારે મને તે સંદેશ શ્રીલંકામાં મળ્યા તો મેં તે સંદેશને ટીમના કોચ વકાર યૂનુસને દેખાડ્યા. દુર્ભાગ્યથી તેમણે આ મામલાને આગળ ન વધાર્યો. વકાર અને મેં વિચાર્યું કે, આ કંઇક એવું છે જેનાથી કંઇ વધુ ફેર પડશે નહીં.
આફ્રિદીને ગંભીરનો સણસણતો જવાબ- હું ખુદ કરાવીશ તારા મગજની સારવાર
આફ્રિદીએ કહ્યું, આ કંઇક એવું હતું કે જેટલું ખરાબ દેખાતું હતું, એટલું હતું નહીં. આ માત્ર ખેલાડીઓ અને માજીદ વચ્ચે એક હલકી વાતચીત હતી. આ મેસેજ વધુ હાનિકારક ન હતા પરંતુ આ કંઇક એવું હતું જેની દુનિયા બાદમાં જાણકારી મેળવી શકત.