આફ્રિદીને ગંભીરનો સણસણતો જવાબ- હું ખુદ કરાવીશ તારા મગજની સારવાર

શાહિદ આફ્રિદીએ હાલમાં પોતાની આત્મકથા- ગેમ ચેન્જરમાં ગૌતમ ગંભીર વિશે નકારાત્મક વાત લખી છે. જેનો જવાબ આપતા તેણે ખુદ પાકિસ્તાનના પૂર્વ કેપ્ટનને મનોચિકિત્સકની પાસે લઈ જવાની રજૂઆત કરી છે. 
 

આફ્રિદીને ગંભીરનો સણસણતો જવાબ- હું ખુદ કરાવીશ તારા મગજની સારવાર

નવી દિલ્હીઃ શાહિદ આફરીદીએ હાલમાં પોતાની આત્મકથામાં ગૌતમ ગંભીર વિશે નકારાત્મક વાત લખી છે, જેનો જવાબ આપતા તેણે ખુદ પાકિસ્તાનના પૂર્વ કેપ્ટનને 'મનોચિકિત્સક'ની પાસે લઈ જવાની રજૂઆત કરી છે. 

આફરીદીએ પોતાની આત્મકથા 'ગેમ ચેન્જર'માં કટાક્ષના રૂપમાં ગંભીર વિશે લખ્યું કે તે, 'એ પ્રકારનો વ્યવહાર કરે છે જેમ તે ડોન બ્રેનડમેન અને જેમ્સ બોન્ડ બંન્નેની ક્ષમતા' રાખનાર હોય અને તેનું વલણ પણ સારૂ નથી અને ન તો તેનો કોઈ મોટો રેકોર્ડ છે. 

— Chowkidar Gautam Gambhir (@GautamGambhir) May 4, 2019

પૂર્વ ભારતીય ક્રિકેટર ગંભીરે આફરીદીને ટેગ કરતા પોતાના સત્તાવાર ટ્વીટર પર તેનો જવાબ આપ્યો. તેણે ટ્વીટ કહ્યું,,,,,, તમે રમૂજી વ્યક્તિ છો. કાંઇ નહીં, અમે હજુ પણ પાકિસ્તાની લોકોને સારવાર માટે વીઝા આપી રહ્યાં છીએ.. હું ખુદ તને મનોચિકિત્સકની પાસે લઈ જઈશ. 

— Faizan Lakhani (@faizanlakhani) May 2, 2019

આ બંન્ને ખેલાડીઓ વચ્ચે મેદાનની અંદર અને બહાર સારો તાલમેલ રહ્યો નથી અને આફરીદીની આ પ્રકારની ટિપ્પણીમાં તે વાત દેખાઈ છે. 2007માં કાનપુરમાં દ્વિપક્ષીય વનડે સિરીઝમાં બંન્ને વચ્ચે મામલો ઉગ્ર બની ગયો હતો (પરંતુ આફરીદીએ પુસ્તકમાં એશિયા કપ મેચ જણાવી જે ખોટુ છે.)

આફરીદીએ હાલમાં સ્વીકાર કર્યો કે, તેણે ઉમર સંબંધિત છેડછાડ કરી હતી અને જ્યારે તેણે પોતાના પર્દાપણ મેચમાં સદી ફટકારી હતી, ત્યારે તે 16 નહીં પરંતુ 21 વર્ષનો હતો, જ્યારે વર્ષોથી માનવામાં આવી રહ્યું કે, તે ત્યારે 16 વર્ષનો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news