નવી દિલ્હીઃ બાંગ્લાદેશની ટીમ વિશ્વ કપ લીગ મુકાબલાથી આગળ વધી શકી નથી અને અંતિમ મેચમાં પાકિસ્તાન સામે હારીને તેની સફર સમાપ્ત થઈ ગઈ ચે. બાંગ્લાદેશની ટીમે વિશ્વ કપમાં નોંધનીય પ્રદર્શન કર્યું છે. આ ટીમે નવમાંથી ત્રણ મેચ જીતી જ્યારે પાંચમાં હારનો સામનો કરવો પડ્યો છે. વરસાદને કારણે તેની એક મેચ રદ્દ થઈ હતી. બાંગ્લાદેશનું ભલે વિશ્વ કપ જીતવાનું સપનુ તૂટી ગયું હોય, પરંતુ આ ટીમના સૌથી અનુભવી ખેલાડી તથા ઓલરાઉન્ડર શાકિબ અલ હસને પોતાના પ્રદર્શનથી બધાનું દિલ જીતી લીધું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શાકિબે ઓલરાઉન્ડર પ્રદર્શનથી ઘણા રેકોર્ડ પોતાના નામે કર્યા અને એક એવો રેકોર્ડ પોતાના નામે કરી લીધો જે વિશ્વ કપ ઈતિહાસમાં કોઈ ખેલાડી બનાવી શક્યો નથી. વિશ્વ કપની એક સિઝનમાં 600થી વધુ રન તથા 10થી વધુ વિકેટ ઝડપનાર તે વિશ્વનો પ્રથમ ખેલાડી બની ગયો છે. શાકિબના આ રેકોર્ડ સુધી પહોંચવું લગભગ કોઈ ખેલાડી માટે સંભવ થઈ શકશે. શાકિબ આ વિશ્વ કપમાં 600 રન બનાવનાર પ્રથમ બેટ્સમેન પણ બની ગયો છે. 


વિશ્વ કપ 2019ની આઠ મેચોમાં શાકિબે 86.57ની શાનદાર એવરેજથી 606 રન બનાવ્યા છે. તેણે બે સદી અને પાંચ અડધી સદી ફટકારી હતી. તેનો બેસ્ટ સ્કોર અણનમ 124 રન રહ્યો છે. આ વિશ્વકપમાં તેણે 60 ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા છે. બોલિંગની વાત કરવામાં આવે તો તેણે એક મેચમાં પાંચ વિકેટ ઝડપી અને આઠ મેચોમાં કુલ 11 વિકેટ ઝડપી છે. 29 રન આપીને પાંચ વિકેટ તેની સર્વશ્રેષ્ઠ બોલિંગ રહી છે. 

સૌથી ઝડપી 100 વનડે વિકેટ ઝડપનાર બીજો ભારતીય બોલર બન્યો બુમરાહ


શાકિબ અલ હસને બાંગ્લાદેશ વિરુદ્ધ પોતાના વનડે કરિયરમાં 206 મેચ રમી છે, જેમાં 37.86ની એવરેજથી 6323 રન બનાવ્યા છે. તેનો બેસ્ટ સ્કોર અણનમ 134 રન રહ્યો છે અને તેના નામે 9 સદી છે. બોલિંગની વાત કરીએ તો તેણે વનડે મેચોમાં કુલ 260 વિકેટ ઝડપી છે.