નવી દિલ્હી: પાકિસ્તાન વિશ્વભરમાં માત્ર આતંકવાદના મુદ્દાને લઈને બદનામ નથી, પરંતુ તેમના પર મેચ ફિક્સિંગના પણ મોટા મોટા આરોપ લાગી ચૂક્યા છે. ઘણા પાકિસ્તાની ખેલાડી મેચ ફિક્સિંગના આરોપમાં જેલ પણ જઈ આવ્યા છે. આ મુદ્દે હવે ઓસ્ટ્રેલિયાના પૂર્વ દિગ્ગજ સ્પિનર શેન વોર્નને એક ડોક્યૂમેન્ટીમાં પાકિસ્તાની ખેલાડી પર રિશ્વત આપવાનો આરોપ લગાવ્યો છે, જેના કારણે ખળભળાટ મચ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1996માં વોર્નને આપવામાં આવી હતી ઓફર
ટેસ્ટ ક્રિકેટમાં 700થી વધુ વિકેટ લેનાર શેન વોર્નને પોતાના હાલના નિવેદનમાં દાવો કર્યો છે કે મને પાકિસ્તાન વિરુદ્ધ મેચમાં 276,000 ડોલર એટલે કે 2 કરોડ 4 લાખ 86 હજાર રૂપિયાની ભારે ભરખમ રિશ્વત ઓફર કરવામાં આવી હતી. તેમણે દાવો કર્યો કે મને આ મેચમાં ખરાબ પ્રદર્શન કરવા માટે કહેવામાં આવ્યું હતું. આ મુકાબલો ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાનની વચ્ચે 1994માં કરાંચીમાં રમાયેલી ટેસ્ટ મેચ હતી, જેના ચોથા દિવસના અંતમાં મને રિશ્વત ઓફર કરવામાં આવી હતી.


IND vs SA: ત્રીજી ટેસ્ટ પહેલા ભારતને મોટો ઝાટકો, વિરાટનો સૌથી ખતરનાક બોલર થશે બહાર!


પોતાની બાયોપિકમાં શેન વોર્નને કર્યો ખુલાસો
ટૂંક સમયમાં શેન વોર્નની જિંદગી પર આધારિત એક ડોક્યૂમેન્ટરી રિલીઝ થવા જઈ રહી છે. આ ડોક્યૂમેન્ટ્રીનું નામ 'શેન' છે, જેમાં વોર્ન જણાવે છે કે પૂર્વ પાકિસ્તાની ક્રિકેટરર સલીમ મલિકે મને કહ્યું હતું કે, મારે તમને મળવું છે. અમને પુરો વિશ્વાસ હતો કે અમે પાકિસ્તાનને હરાવી દેશું. મેં દરવાજો ખખડાવ્યો, સલીમ મલિકે દરવાજો ખોલ્યો. પછી મેં કહ્યું કે મને લાગે છે કે કાલે આપણે (ઓસ્ટ્રેલિયા) જીતી જીઈશું.


SA v IND: હવે કેપટાઉનનો વારો! શું ટીમ ઈન્ડિયા રચી શકશે ઈતિહાસ, કેવો છે ન્યૂલેન્ડ્સમાં રેકોર્ડ?


સલીમ મલિક પર લાગી ચૂક્યો છે બેન
જ્યારે આ ઘટના બની ત્યારે ક્રિકેટ જગતમાં હંગામો મચ્યો હતો. મેચ રેફરીને શેન વોર્ને ફરિયાદ કરીહતી અને બાદમાં સલીમ મલિક પર પ્રતિબંધ પણ લગાવી દેવામાં આવ્યો હતો. મલિક પાકિસ્તાનના શાનદાર ખેલાડીઓમાંથી એક હતો. તેમણે 103 ટેસ્ટ અને 283 વનડેમાં પાકિસ્તાન ટીમની કેપ્ટનશિપ કરી હતી.


શેન વોર્નને ઓસ્ટ્રેલિયા માટે 145 ટેસ્ટમાં 708 અને 194 વનડેમાં 293 વિકેટ ઝડપી છે. તેમણે 1992માં ભારત વિરુદ્ધ ટેસ્ટમાં ડેબ્યૂ કર્યું હતું. વન ડેમાં વોર્નને 1993માં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ડેબ્યૂ કર્યું હતું.


ICC એ જાહેર કર્યા ટી20 ક્રિકેટમાં નવા કડક નિયમ, જો આવી ભૂલ થઈ તો આખી ટીમને સજા


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube