T20 Cricket New Rule: ICCએ ટી20 ક્રિકેટમાં લાગુ કર્યો ખતરનાક નવો નિયમ, હવે બોલરો સહિત આખી ટીમનું આવી બન્યું!

ખેલાડીઓ અને સહયોગી સ્ટાફ માટે ICCની આચાર સંહિતાની કલમ 2.22 હેઠળ ધીમા ઓવર-રેટ માટે ICCની જોગવાઈઓ યથાવત રહેશે. તેમાં ડીમેરિટ પોઈન્ટ્સ અને ટીમ અને કેપ્ટન પર નાણાકીય દંડનો સમાવેશ થાય છે.

T20 Cricket New Rule: ICCએ ટી20 ક્રિકેટમાં લાગુ કર્યો ખતરનાક નવો નિયમ, હવે બોલરો સહિત આખી ટીમનું આવી બન્યું!

દુબઈ: T20 ક્રિકેટમાં હવે નિયમો બદલાયો છે. ICCએ ટી20 ક્રિકેટના નિયમોને વધુ ખતરનાક બનાવ્યા છે. T20 ક્રિકેટમાં હવે સ્લો ઓવર રેટ પર કડક સખત સજા કરવામાં આવશે, કારણ કે ICC એ જાહેરાત કરી છે કે જે ટીમ નિર્ધારિત સમયમાં ઓવર પૂરી નહીં કરે તેણે 30 યાર્ડના વર્તુળની બહાર એક ફિલ્ડર ઓછો રાખવો પડશે. આ નિયમ આ મહિનાથી લાગુ થશે. ICC એ T20 ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચોમાં ઇનિંગ્સ વચ્ચેના વૈકલ્પિક ડ્રિંક બ્રેકનો પણ સંશોધિત નિયમો અને રમતની શરતો હેઠળ સમાવેશ કર્યો છે.

ICCએ નિયમોને બનાવ્યા વધુ ખતરનાક
ખેલાડીઓ અને સહયોગી સ્ટાફ માટે ICCની આચાર સંહિતાની કલમ 2.22 હેઠળ ધીમા ઓવર-રેટ માટે ICCની જોગવાઈઓ યથાવત રહેશે. તેમાં ડીમેરિટ પોઈન્ટ્સ અને ટીમ અને કેપ્ટન પર નાણાકીય દંડનો સમાવેશ થાય છે. ICCએ કહ્યું, "રમવાના નિયમો અને શરતોની ધારા 13.8માં ઓવર-રેટ માટેના નિયમો છે, જેના હેઠળ ફિલ્ડિંગ કરનાર ટીમે છેલ્લી ઓવરનો પહેલો બોલ નિર્ધારિત સમયની અંદર ફેંકવો પડશે." આમ કરવામાં નહીં આવે તો બાકી ઓવરમાં 30-યાર્ડ વર્તુળની બહાર એક ફિલ્ડર ઓછો આવશે.

આવા હશે ફિલ્ડિંગના નવા નિયમો
સામાન્ય રીતે પ્રથમ છ ઓવર પછી પાંચ ફિલ્ડરને 30 યાર્ડની બહાર રાખી શકાય છે. જો ઓવર સ્પીડના નિયમનું પાલન ન કરવામાં આવે તો માત્ર ચાર ફિલ્ડર રાખી શકાય છે. બોલરના છેડે આવેલા અમ્પાયરે ફિલ્ડિંગ કરી રહેલી ટીમ, બેટ્સમેન અને અન્ય અમ્પાયરને ઈનિંગની શરૂઆત પહેલા નિર્ધારિત સમયની અને કોઈપણ દખલગીરીના કિસ્સામાં નવો સમય જણાવવાનો રહેશે.

અઢી મિનિટના ડ્રિંક બ્રેક માટે પણ જોગવાઈ
ICCની ક્રિકેટ કમિટીએ ફેરફારની ભલામણ કરવામાં આવી છે, જે ક્રિકેટના તમામ ફોર્મેટમાં રમતની ગતિ જાળવી રાખવાની રીતોની સમીક્ષા કરવાનું ચાલુ રાખે છે. તેની સાથે ઇનિંગ્સની વચ્ચે અઢી મિનિટના વૈકલ્પિક ડ્રિંક બ્રેકની પણ જોગવાઈ છે. જો કે દરેક શ્રેણીની શરૂઆત પહેલા તેના પર સભ્યો વચ્ચે સહમતિ હોય. નવા નિયમો હેઠળ પ્રથમ મેચ વેસ્ટ ઈન્ડિઝ અને આયર્લેન્ડ વચ્ચે 16 જાન્યુઆરીએ સબીના પાર્કમાં રમાશે. જ્યારે, મહિલા વર્ગમાં પ્રથમ મેચ 18 જાન્યુઆરીએ સેન્ચુરિયનમાં દક્ષિણ આફ્રિકા અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news