Virat-Ganguly Relation: આઈપીએલ 2023માં 15 એપ્રિલના રોજ દિલ્હી કેપિટલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાયેલી એક મેચ દરમિયાન કઈક એવું જોવા મળ્યું કે ક્રિકેટ જગતમાં હડકંપ મચી ગયો. ટીમ ઈન્ડિયાના સારા કેપ્ટનમાંથી એક એવા સૌરવ ગાંગુલી અને વર્તમાન ટીમની સૌથી મોટી તાકાત વિરાટ કોહલી વચ્ચેના ઝઘડાની ખબરોએ તૂલ પકડી લીધુ. આ બધા વચ્ચે હવે બંને વચ્ચેના મનમોટા અંગે એક મોટું અપડેટ સામે આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિરાટ-ગાંગુલી પર આવ્યું મોટું અપડેટ
વિરાટ  કોહલી અને સૌરવ ગાંગુલી વચ્ચે થયેલા વિવાદ પર એક મોટું અપડેટ સામે  આવ્યું છે. આ સીઝનમાં દિલ્હી કેપિટલ્સના કોચિંગ સ્ટાફમાં સામેલ પૂર્વ ક્રિકેટર શેન વોટ્સને બંનેના વિવાદ અંગે મોટો ખુલાસો કર્યો છે. વોટ્સને જણાવ્યું કે વિરાટ-ગાંગુલી અંગે અનેક પ્રકારની અફવાઓ ફેલાઈ રહી છે જેને લઈને કઈ પણ કહેવું ઠીક નહી હોય પરંતુ એક વાત બિલકુલ સ્પષ્ટ છે કે વિરાટ કોહલી ખુબ ગુસ્સામાં લાગતા હતા. વોટ્સને વધુમાં કહ્યું કે એક વિપક્ષી ટીમના ખેલાડી હોવાના નાતે પણ એ જરૂરી હોય છે. જો કે બંને વચ્ચે કઈ વાત અંગે વિવાદ છે તેનું કારણ કઈ પણ હોઈ શકે છે. 


અહીંથી શરૂ થયો વિવાદ
હકીકતમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને દિલ્હી કેપિટલ્સની ટીમોનો 15 એપ્રિલના રોજ આઈપીએલ 2023ના મુકાબલામાં આમનો સામનો થયો હતો. આ મેચ આરસીબીએ જીતી હતી. મેચ પૂરી થયા બાદ જ્યારે  બંને ટીમોના  ખેલાડીઓ પરસ્પર હાથ મિલાવી રહ્યા હતા ત્યારે વિરાટ અને ગાંગુલીએ એકબીજાને હાથ મિલાવ્યા નહતા. ત્યારબાદ તેમનો આ વીડિયો સોશિયલ મીડિયા પર  ખુબ વાયરલ થયો હતો અને વિવાદ અહીંથી શરૂ થયો. એટલું જ નહીં આ ઘટના બાદ વિરાટ કોહલીએ સૌરવ ગાંગુલીને પોતાના ઈન્સ્ટાગ્રામથી અનફોલો કરી દીધા હતા. જવાબમાં ગાંગુલીએ પણ વિરાટને અનફોલો કરી દીધો. 


જાડેજાની જગ્યા પડાવી લેશે આ ખતરનાક ઓલરાઉન્ડર, વર્લ્ડ કપમાં જો સ્થાન મળ્યું તો...


માત્ર MS Dhoni જ નહીં, પરંતુ આ 3 ખેલાડી IPL 2023 બાદ લઈ શકે છે સંન્યાસ


Watch: કેમેરામેન પર ભડકી અર્જુન તેંડુલકરે આપી ગાળ? વાયરલ થયો વીડિયો


નવો નથી આ વિવાદ
બંને વચ્ચે આઈપીએલ 2023માં થયેલો આ વિવાદ નવો નથી. તે પહેલા પણ વિરાટ-ગાંગુલી વચ્ચે આવું જોવા મળી ચૂક્યું છે. આ વાત છે 2021ની. જ્યારે તે સમયે ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ ટી20 વર્લ્ડ કપ પહેલા 20 ઓવર ફોર્મેટની કેપ્ટનશીપ છોડવાની જાહેરાત કરી હતી. જો કે સૌરવ ગાંગુલીએ કહ્યું હતું કે તેમણે વિરાટને કેપ્ટન રહેવાની અપીલ કરી છે. પરંતુ વિરાટે તેમની વાતોને ખોટી ગણાવી હતી. બંને વચ્ચે વિવાદ  ત્યારે વધ્યો જ્યારે વિરાટ  કોહલીને વનડેની કેપ્ટનશીપથી હટાવવામાં આવ્યો. તેના થોડા સમય બાદ વિરાટે જાન્યુઆરી 2022માં ટેસ્ટ ક્રિકેટમાંથી પણ કેપ્ટનશીપ છોડવાની જાહેરાત કરી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube