Watch: કેમેરામેન પર ભડકી અર્જુન તેંડુલકરે આપી ગાળ? વાયરલ થયો વીડિયો

Arjun Tendulkar VIDEO: અર્જુન તેંડુલકરે સનરાઈઝર્સ હૈદરાબાદ સામે શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે ભુવનેશ્વર કુમારને આઉટ કરીને કારકિર્દીની પ્રથમ IPL વિકેટ લીધી હતી.
 

Watch: કેમેરામેન પર ભડકી અર્જુન તેંડુલકરે આપી ગાળ? વાયરલ થયો વીડિયો

Arjun Tendulkar SRH vs MI IPL 2023: સચીન તેડુંલકર એ ક્રિકેટનો ભગવાન ગણાય છે. સચીનના નામે અનેક સિદ્ધિઓ છે. હવે સચીન બાદ દીકરા અર્જુંને પણ ક્રિકેટના ક્ષેત્રમાં પર્દાપણ કર્યું છે. અર્જુન તેંડુલકરે લાંબી રાહ જોયા બાદ ઈન્ડિયન પ્રીમિયર લીગમાં મુંબઈ ઈન્ડિયન્સ વતી રમવાનું શરૂ કર્યું છે. તેણે IPL કારકિર્દીની બીજી મેચ સનરાઇઝર્સ હૈદરાબાદ સામે રમી હતી. આ મેચમાં અર્જુને પ્રથમ વિકેટ પણ લીધી હતી.

મેચ દરમિયાન અર્જુનની એક પ્રતિક્રિયા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. વાયરલ વીડિયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે અર્જુને કેમેરામેનને ગાળ આપી હતી. સનરાઈઝર્સ હૈદરાબાદ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાયેલી મેચ દરમિયાનની આ ઘટના છે. તેના પર ફેન્સે ઘણી રસપ્રદ પ્રતિક્રિયાઓ આપી છે.

— Tirth Thakkar (@ImTT01) April 18, 2023

વાસ્તવમાં, વાયરલ વીડિયોને જોઈને લાગે છે કે સચિન તેંડુલકરનો પુત્ર અર્જુન કેમેરાથી નારાજ છે. તે ઘણીવાર મેદાન પર મેચ પહેલા પિતા સાથે વાત કરતો જોવા મળે છે. આ દરમિયાન કેમેરામેન અર્જુન અને સચિનને ​​એક જ ફ્રેમમાં ઘણી વખત દેખાડે છે. આ પછી, જ્યારે અર્જુન ડગ આઉટમાં બેઠો હતો ત્યારે પણ કેમેરા તેના પર ફોકસ કરી રહ્યો હતો. હૈદરાબાદ સામેની મેચ દરમિયાન તે તિલક વર્મા પાસે બેઠો હતો. તે તિલકને કંઈક કહેતો જોવા મળ્યો હતો. તેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે અર્જુને કેમેરામેનને ગાળ આપી હતી.

ઉલ્લેખનીય છે કે, અર્જુન તેંડુલકરે મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમતા IPLમાં ડેબ્યૂ કર્યું હતું. તેણે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે 2 ઓવરમાં 17 રન આપ્યા હતા. આ પછી અર્જુને બીજી મેચ હૈદરાબાદ સામે રમી હતી. આમાં તેણે IPL કરિયરની પહેલી વિકેટ લીધી હતી. અર્જુને 2.5 ઓવરમાં 18 રન આપીને 1 વિકેટ લીધી હતી. અર્જુને આ મેચની છેલ્લી ઓવરના પાંચમા બોલ પર ભુવનેશ્વર કુમારને આઉટ કર્યો હતો. ભુવી માત્ર 2 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો.

આ પણ વાંચો:
સોના-ચાંદીના ભાવમાં ભડકો, જાણો 22-24 કેરેટ ગોલ્ડની લેટેસ્ટ કિંમત
અમદાવાદીઓ માટે ખુશખબરી! મેટ્રો ટ્રેન સેવામાં કરાયો વધારો, જાણો નવો ટાઈમ
ગુજરાતમાં વકરી રહ્યો છે રોગચાળો, વધી રહ્યાં છે તાવ, શરદી-ખાંસી અને ઝાડા-ઉલ્ટીના કેસ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news