નવી દિલ્હીઃ ભારતીય ટીમના ઓપનિંગ બેટ્સમેન શિખર ધવન દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ટી20 સિરીઝ પહેલા ભારત-એ માટે રમશે. તેને દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ચોથા અને પાંચમાં બિન સત્તાવાર વનડે માટે ભારત-એ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. સીનિયર પસંદગી સમિતિએ ધવનને ભારત-એ ટીમની સાથે જોડવાનો નિર્ણય શુક્રવારે લીધો હતો. ભારતીય ટીમ પાંચ મેચોની સિરીઝની પ્રથમ મેચ જીતીને 1-0થી આગળ છે. બંન્ને વચ્ચે બાકી ચાર મેચ 31 ઓગસ્ટ, બે, ચાર અને છ સપ્ટેમ્બરે રમાશે. ત્યારબાદ બે બિન સત્તાવાર ટેસ્ટની સિરીઝ શરૂ થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિશ્વ કપમાં ઈજા બાદ વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસપર વાપસી કરનાર ધવને 3 વનડે અને 3 ટી30 મેચોની સિરીઝમાં કુલ 65 રન બનાવી શક્યો હતો. ટી20માં તેણે 1, 23 અને 3 રનનો સ્કોર કર્યો હતો. તો વનડેમાં 2 અને 36 રન બનાવ્યા હતા. એક મુકાબલો વરસાદને કારણે રદ્દ થયો હતો. 

US Open: રોજર ફેડરર, નોવાક જોકોવિચ અને સેરેના પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં 

વિજય શંકર ઈજાને કારણે બહાર
બીજી તરફ ઓલરાઉન્ડર વિજય શંકર ડાબા હાથના અંગૂઠામાં ઈજાને કારણે સિરીઝમાથી બહાર થઈ ગયો છે. શંકર પણ ઈજાને કારણે વિશ્વકપમાથી બહાર થયો હતો. ત્યારબાદ તેણે વાપસી કરતા તમિલનાડુ પ્રીમિયર લીગમાં ભાગ લીધો હતો.