US Open: રોજર ફેડરર, નોવાક જોકોવિચ અને સેરેના પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં

નોવાક જોકોવિચ અને રોજર ફેડરરે અમેરિકી ઓપન ટેનિસ ગ્રાન્ડસ્લેમના અંતિમ-16મા પ્રવેશ કર્યો જ્યારે કેઈ નિશિકોરી બહાર થઈ ગયો અને મહિલા વર્ગમાં સેરેના વિલિયમ્સ પણ પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગઈ છે. 
 

US Open: રોજર ફેડરર, નોવાક જોકોવિચ અને સેરેના પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં

ન્યૂયોર્કઃ ડિફેન્ડિંગ ચેમ્પિયન નોવાક જોકોવિચ અને રોજર ફેડરરે અમેરિકી ઓપન ટેનિસ ગ્રાન્ડસ્લેમના અંતિમ-16મા પ્રવેશ કરી લીધો છે જ્યારે કેઈ નિશિકોરી બહાર અને મહિલા વર્ગમાં સેરેના વિલિયમ્સ પણ પ્રી ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગઈ છે. છેલ્લા પાંચ ગ્રાન્ડસ્લેમમાંથી ચાર પોતાના નામે કરનાર સર્વોચ્ચ રેન્કિંગ ખેલાડી જોકોવિચને બીજા રાઉન્ડમાં ખભાના દુખાવાને કારણે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ ત્રીજા રાઉન્ડમાં તેને એટલી મુશ્કેલી ન પડી. તેણે શુક્રવારે 111મી રેન્કિંગના અમેરિકી ખેલાડી ડેનિસ કુડલાને 6-3 6-4 6-2થી પરાજય આપ્યો હતો. 

16 ગ્રાન્ડસ્લેમ જીતી ચુકેલી 32 વર્ષીય ખેલાડીનો સામનો હવે રવિવારે ત્રણ વખતના ગ્રાન્ડસ્લેમ વિજેતા સ્ટાન વાવરિંકા સામે થશે. સ્વિટ્ઝર્લેન્ડના ખેલાડીએ ઇટાલીના પાઓલો લોરેન્જીને 6-4 7-6 7-6થી પરાજય આપ્યો હતો. ત્રણ અમેરિકન ઓપન ટ્રોફી જીતી ચુકેલા જોકોવિચનો વાવરિંકા વિરુદ્ધ જીતનો રેકોર્ડ 19-5 છે પરંતુ 2016ના અમેરિકી ઓપન ફાઇનલ બાદ બંન્ને વચ્ચે ટક્કર થઈ નથી જેમાં વાવરિંકાએ જોકોવિચને પરાજય આપ્યો હતો. 

ફેડરર પણ પ્રી-ક્વાર્ટરમાં
પાંચ વખતનો ચેમ્પિયન રોજર ફેડરરે બ્રિટનના ડોન ઇવાન્સ પર માત્ર 80 મિનિટમાં 6-2, 6-2, 6-1થી આસાન જીત મેળવી હતી. છેલ્લા બે મુકાબલામાં તેણે પ્રથમ સેટ ગુમાવ્યો હતો. જેથી 20 વખતના ગ્રાન્ડસ્લેમ ચેમ્પિયને આ મેચમાં શરૂથી મજબૂત શરૂઆત કરી અને 48 વિનર લગાવ્યા હતા. જાપાનના નિશિકોરીને ઓસ્ટ્રેલિયાના એલેક્સ ડિ મિનોરે  6-2 6-4 2-6 6-3થી હરાવ્યો અને હવે તેનો સામનો બુલ્ગારિયાના ગ્રિગોન દિમિત્રોવ સામે થશે. 

સેરેના વિલિયમ્સની આસાન જીત
મહિલાઓના વર્ગમાં સેરેનાએ ચેક ગણરાજ્યની 44મો રેન્ક ધરાવતી ખેલાડી કૈરોલિના મુચોવાને 74 મિનિટમાં 6-3 6-2થી પરાજય આપ્યો હતો. 24મા ગ્રાન્ડસ્લેમ જીતવાના અભિયાનમાં લાગેલી સેરેનાનો સામનો હવે ક્રોએશિયાની પેત્રા માર્ટિચ સામ થશે. પોતાના પ્રથમ ગ્રાન્ડસ્લેમ ટાઇટલ જીતવાનું સપનું જોઈ રહેલી ચેક ગણરાજ્યની કેરોલિના પ્લિસ્કોવાએ ટ્યૂનીશિયાની ઓન્સ જાબેઉરને 6-1, 4-6, 6-4થી હરાવીને પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી હતી. 

ફ્રેન્ચ ઓપનની ચેમ્પિયન એશ્લે બાર્ટીએ પણ આગામી રાઉન્ડમાં પોતાની જગ્યા પાક્કી કરી હતી. તેણે યૂનાનની મારિયા સકારીને 7-5 6-3થી પરાજય આપ્યો હતો. ક્વાર્ટર ફાઇનલમાં પહોંચવા માટે પ્લિસ્કોવાનો સામનો બ્રિટનની યોગાના કોન્ટા સામે થશે જ્યારે બાર્ટીની ટક્કર ચીનની વાંગ કિયાંગ સામે થશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news