Shikhar Dhawan: કાયદાકીય રીતે અલગ થયા શિખર અને આયશા, દિલ્હી કોર્ટે આપી છૂટાછેડાને મંજૂરી
Shikhar Dhawan Divorce : ભારતીય ક્રિકેટર શિખર ધવન અને તેની પત્ની આયશા મુખર્જીના છૂટાછેડાને કોર્ટે મંજૂરી આપી દીધી છે. એટલે કે હવે આ બંનેનો માર્ગ અલગ થઈ ગયો છે.
Shikhar Dhawan-Ayesha Divorce: ભારતીય ક્રિકેટ ટીમમાંથી બહાર ચાલી રહેલા અનુભવી ઓપનર શિખર ધવન (Shikhar Dhawan)અને તેની ઘણા સમયથી અલગ રહેલી પત્ની આયશાનો માર્ગ હવે અલગ થઈ ગયો છે. દિલ્હીની એક કોર્ટે શિખર અને આયશાના છૂટાછેડાને મંજૂરી આપી દીધી છે.
ધવને આપી માનસિક પીડા
દિલ્હીમાં એક ફેમેલી કોર્ટે શિખર ધવનના છૂટાછેડાને મંજૂરી આપી છે. રિપોર્ટ પ્રમાણે કોર્ટે માન્યું કે શિખરની પત્ની આયશાએ તેના એકમાત્ર પુત્રથી ઘણા વર્ષો સુધી અલગ રહેવા માટે મજબૂર કરતા આ ક્રિકેટરને માનસિક પીડા આપી. કોર્ટે છૂટાછેડા અરજીમાં શિખર તરફથી પત્ની વિરુદ્ધ લગાવવામાં આવેલા દરેક આરોપો સ્વીકાર કરી લીધા. કોર્ટે કહ્યું કે ધવનની પત્નીએ આ આરોપોનો વિરોધ ન કર્યો કે ખુદનો બચાવ કરવામાં નિષ્ફળ રહી છે.
આ પણ વાંચોઃ બસ હવે ગણતરીની કલાકોમાં શરૂ થશે વિશ્વકપ 2023, અહીં જાણો ટૂર્નામેન્ટની A ટૂ Z ડિટેલ્સ
પુત્રની કસ્ટડી પર હજુ કોઈ આદેશ નહીં
37 વર્ષીય શિખર ધવને પોતાની અરજીમાં કહ્યું કે આયશાએ તેને માનસિક ક્રૂરતાનો શિકાર બનાવ્યો. કોર્ટે ધવન દંપત્તિના પુત્રની કસ્ટડી પર હાલ કોઈ આદેશ આપવાનો ઇનકાર કરી દીધો છે. ધવનને ભારત અને ઓસ્ટ્રેલિયામાં યોગ્ય સમય માટે પોતાના પુત્રને મળવા અને તેની સાથે વીડિયો કોલ કરવાનો અધિકાર પણ કોર્ટે આપ્યો છે.
પુત્રને ભારત લવાશે
અહેવાલ મુજબ, ફેમિલી કોર્ટે આયેશાને શિખર ધવન અને તેના પરિવારના સભ્યોને મળવાના હેતુ માટે શાળાની ઓછામાં ઓછી અડધી રજાઓ માટે ભારત લાવવાનો આદેશ પણ આપ્યો હતો. કોર્ટે કહ્યું કે અરજીકર્તા શિખર ધવન જાણીતો આંતરરાષ્ટ્રીય ક્રિકેટર છે. દેશનો એક નાગરિક અને જવાબદાર પિતા તરીકે પણ તેનો અધિકાર છે. નોંધનીય છે કે શિખર ધવન ઘણા સમયથી ટીમમાંથી બહાર છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube