World Cup 2023: બસ હવે ગણતરીની કલાકોમાં શરૂ થશે વિશ્વકપ 2023, અહીં જાણો ટૂર્નામેન્ટની A ટૂ Z ડિટેલ્સ

ODI World Cup 2023: વિશ્વકપ 2023નો પ્રારંભ 5 ઓક્ટોબરે થવાનો છે. આ મેગા ટૂર્નામેન્ટ કુલ 46 દિવસ ચાલશે. જાણો આ વિશ્વકપની તમામ મહત્વની વાતો...
 

World Cup 2023: બસ હવે ગણતરીની કલાકોમાં શરૂ થશે વિશ્વકપ 2023, અહીં જાણો ટૂર્નામેન્ટની A ટૂ Z ડિટેલ્સ

WC 2023: ક્રિકેટ વિશ્વકપ 2023 શરૂ થવામાં હવે ગણતરીની કલાકો બાકી છે. ગુરૂવારે બપોરે અમદાવાદમાં ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડના મુકાબલા સાથે આ ટૂર્નામેન્ટની શરૂઆત થઈ જશે. વનડે વિશ્વકપની આ 13મી એડિશન છે. ભારતમાં આયોજીત થઈ રહેલી ટૂર્નામેન્ટ અલગ-અલગ શહેરોના 10 સ્ટેડિયમમાં રમાશે. આ વિશ્વકપ સાથે જોડાયેલી A to Z ડિટેલ્સ જાણો..

1. કેટલી ટીમો ભાગ લઈ રહી છે?
આ વખતે વિશ્વકપમાં 10 ટીમ ભાગ લઈ રહી છે. તેમાં ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન, દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, ઈંગ્લેન્ડ અને નેધરલેન્ડ સામેલ છે. 

2. કેટલી મેચ રમાશે અને શું છે ફોર્મેટ?
આ વિશ્વકપ દરમિયાન કુલ 48 મેચ રમાશે. સૌથી પહેલા રાઉન્ડ રોબિન રમાશે. આ સ્ટેજમાં એક ટીમ બાકીની તમામ 9 ટીમ સામે એક-એક મેચ રમશે. જે ચાર ટીમોના સૌથી વધુ પોઈન્ટ હશે, તે ટીમો સેમીફાઈનલમાં પહોંચશે. બે સેમીફાઈનલ અને એક ફાઈનલ મેચ રમાશે. 

3. ક્યારથી શરૂ થશે ટૂર્નામેન્ટ?
વિશ્વકપના મુકાબલા 5 ઓક્ટોબરથી શરૂ થશે અને 19 ઓક્ટોબરે ફાઈનલ રમાશે. એટલે કે કુલ 46 દિવસ સુધી આ ટૂર્નામેન્ટ ચાલશે. તમામ મેચ માટે બે સમય નિર્ધારિત છે. દિવસની મેચ સવારે 10.30 કલાકે શરૂ થશે અને ડે-નાઈટ મેચની શરૂઆત બપોરે 2 કલાકે થશે. 

4. કયા-કયા વેન્યૂ પર રમાશે મેચ?
ભારતના કુલ 10 શહેરોમાં મેચ રમાશે. જેમાં અમદાવાદ, દિલ્હી, મુંબઈ, કોલકત્તા, ચેન્નઈ, લખનઉ, પુણે, બેંગલુરૂ, હૈદરાબાદ અને ધર્મશાલા સામેલ છે. 

5. કયા જોઈ શકશો લાઇવ સ્ટ્રીમિંગ અને ટેલીકાસ્ટ?
વિશ્વકપ 2023 મેચનું લાઇવ સ્ટ્રીમિંગ ડિઝ્ની+હોટસ્ટાર પર જોઈ શકાય છે. તો ટીવી પર મેચનું સીધુ પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક ચેનલો પર થશે. 

6. શું રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે?
બંને સેમીફાઈનલ અને ફાઈનલ મેચ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે. જ્યારે લીગ રાઉન્ડમાં કોઈ રિઝર્વ ડે નથી. 

7. આ વખતે શું અલગ?
આ વખતે વિશ્વકપમાં ટીમોની સંખ્યા ઓછી રાખવામાં આવી છે. સૌથી મોટી વાત છે કે બે વખત વિશ્વ ચેમ્પિયન બનનાર વિન્ડીઝની ટીમ આ વખતે જોવા મળશે નહીં.

8. સેમીફાઈનલ અને ફાઈનલ મુકાબલા કયાં રમાશે?
ફાઈનલ મુકાબલો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. તો સેમીફાઈનલ મુકાબલો મુંબઈના વાનખેડે સ્ટેડિયમ અને ઈડન ગાર્ડંસ કોલકત્તામાં રમાશે. 

9. ક્યારે થશે ભારત અને પાકિસ્તાનની ટક્કર?
આ મહામુકાબલો 14 ઓક્ટોબર બપોરે 2 કલાકે શરૂ થશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આ મેચ રમાશે. 

10. યજમાનીમાં આ વખતે શું છે અનોખી વાત?
આ પ્રથમવાર છે જ્યારે ભારત એકલું વિશ્વકપની યજમાની કરશે. આ પહેલા 1987, 1996 અને 2011માં ભારતે દક્ષિણ એશિયન દેશોની સાથે મળી વિશ્વકપની સંયુક્ત યજમાની કરી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news