નવી દિલ્હીઃ ભારતના ઓપનિંગ બેટ્સમેન શિખર ધવને ટી-20 સિરીઝ માટે ભારતીય ટીમ સાથે જોડાયા પહેલા દિલ્હીમાં પોતાના પરિવારની સાથે સમય પસાર કર્યો અને બેટિંગ પણ કરી હતી. બાંગ્લાદેશ વિરુદ્ધ ત્રણ મેચોની ટી20 સિરીઝની પ્રથમ મેચ ત્રણ નવેમ્બરે દિલ્હીના અરૂણ જેટલી સ્ટેડિયમમાં રમાશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

33 વર્ષના ધવને ભાઈ બીજના તહેવાર પર પોતાના પરિવારની સાથે તસવીર પોસ્ટ કરી, સાથે તેણે પોતાના ઘરની છત પર ક્રિકેટ રમતો એક વીડિયો પણ શેર કર્યો છે. 



ધવને સોશિયલ મીડિયા પર લખ્યું, 'આજે પરિવારની સાથે સારો સમય પસાર થયો. આવા દિવસ હંમેશા મને ખુબ ખુશ કરે છે. બધાને હેપ્પી ભાઈ દૂજ.'


તેણે તસવીરની સાથે લખ્યું, 'બીજી તસવીરમાં જે મહિલા છે, તે મારા દિલની નજીક ચે. જ્યારે હું બાળક હતો ત્યારથી તે અમારા પરિવારનો ભાગ રહી. આજે પણ તે સુંદર હાસ્ય સાથે મારૂ સ્વાગત કરે છે... આવી ભાવનાઓ અણમોલ છે.'



શિખવ ધવને વિશ્વકપ-2019 દરમિયાન થયેલી ઈજા બાદ વાપસી, કરી પરંતુ તે પોતાનું શાનદાર ફોર્મ મેળવી શક્યો નથી. એક મહિના બાદ વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ નિર્ધારિત ઓવરોની સિરીઝમાં તેણે વાપસી કરી હતી. પરંતુ બે વનડે મુકાબલામાં તે 2 અને 36 રન બનાવી શક્યો હતો. 

આતંકીઓના નિશાને કેપ્ટન વિરાટ કોહલી, એજન્સીને મળ્યો ધમકીભર્યો પત્ર