નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ-12 માટે દિલ્હીની ટીમમાં સામેલ ઓપનિંગ બેટ્સમેન શિખર ધવનનું કહેવું છે કે ટાઇટલ જીતવા માટે તેની ટીમમાં સામેલ ભારતીય બેટ્સમેનોએ દમદાર પ્રદર્શન કરવું પડશે. ધવન હાલમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સમાપ્ત થયેલી વનડે સિરીઝ બાદ ટીમ સાથે જોડાઈ ગયો છે. તેણે આઈપીએલની આગામી સિઝનની તૈયારી માટે રવિવારે એક ફ્રેન્ડલી મેચ પણ રમી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ધવન દિલ્હી ટીમમાં પોતાની વાપસીથી ખુશ નજર આવ્યો. તેણે કહ્યું, આ મારી બીજી ઘર વાપસી છે અને ટી20 લીગમાં દિલ્હીનો ભાગ બનીને ખુશ છું. ટી20 લીગમાં 10 સિઝન બહાર રહ્યા બાદ પોતાના ઘર દિલ્હીમાં પરત આવવાને કારણે મને સારું લાગે છે. 


ધવને કહ્યું, ફિરોઝશાહ કોટલા સ્ટેડિયમ શરૂઆતના દિવસોથી મારુ ઘરેલું મેદાન રહ્યું છે અને હું ટીમને મારૂ સર્વશ્રેષ્ઠ અપીશ કારણ કે, અહીંની સ્થિતિ અને પિચથી માહિતગાર છું. હું યુવા ખેલાડીઓને આટલી મોટી ટૂર્નામેન્ટમાં રમવાના દબાવનો સામનો કરવામાં પણ મદદ કરીશ. તેણે ટીમના સંતુલનના મહત્વ પર પણ ભાર આપ્યો અને માન્યું કે, આ વખતે દિલ્હી આ વખતે એક સારી ટીમ બનાવવામાં સફળ રહ્યું છે. 


VIDEO: શાહરૂખ ખાને KKRના ફેન્સને આપ્યો નારો, 'સાથ દો, સાથ લો'

ધવને કહ્યું, આઈપીએલની ટ્રોફી તે ટીમ જીતી છે જેમાં સારૂ સંતુલન હોઈ છે. અમારી ટીમ આ વખતે સંતુલિતત છે કારણ કે અમારી પાસે સારા ઓલરાઉન્ડર, સ્પિન બોલર અને બેટ્સમેન છે. અમારા માટે સૌથી મહત્વપૂર્ણ તે હશે કે, ભારતીય બેટ્સમેન સારૂ પ્રદર્શન કરે કારણ કે, ટોપના ચાર-પાંચ બેટ્સમેન ભારતના છે. મને એક સારી સિઝનની આશા છે. દિલ્હી ટૂર્નામેન્ટનો પ્રારંભ 24 માર્ચથી મુંબઈ વિરુદ્ધ કરશે.