VIDEO: શાહરૂખ ખાને KKRના ફેન્સને આપ્યો નારો, 'સાથ દો, સાથ લો'

આઈપીએલની આગામી સિઝન માટે શાહરૂખ ખાનની ટીમ કોલકત્તા નાઇટરાઇડર્સ તૈયારીઓ કરી રહી છે. 
 

VIDEO: શાહરૂખ ખાને KKRના ફેન્સને આપ્યો નારો, 'સાથ દો, સાથ લો'

નવી દિલ્હીઃ IPL-12ને લઈને શાહરૂખ ખાનની ટીમ કોલકત્તાની તૈયારીઓ જોર-શોરથી ચાલી રહી છે. ટીમના તમામ ખેલાડીઓ મેદાન પર મહેનત કરી રહ્યાં છે. શાહરૂખે કોલકત્તાના ફેન્સને નવો નારો આપતા કહ્યું કે, તમે અમને સપોર્ટ કરો અમે તમારા માટે રમશું. તેમણે ટ્વીટ કરી છેલ્લા દમ સુધી, છેલ્લા રન સુધી સપોર્ટ કરવાની અપીલ કરી છે. 

— Shah Rukh Khan (@iamsrk) March 18, 2019

કોલકત્તાની ટીમ પૂર્વ આઈપીએલ ચેમ્પિયન રહી ચુકી છે અને આ વખતે પણ તે ટાઇટલની પ્રબળ દાવેદાર છે. આ ટીમની તાકાત તેનું શાનદાર કોમ્બિનેશન છે. 

It's the #KKRCam bringing you action from our training ahead of #VivoIPL 🏏#KKRHaiTaiyaar pic.twitter.com/BlBOtGnhmk

— KolkataKnightRiders (@KKRiders) March 17, 2019

શાહરૂખ ખાનની ટીમ મેદાન પર પરસેવો વહાવી રહી છે અને પોતાની તૈયારીઓ કરી રહી છે. પરંતુ તેના દમનો સાચો ખ્યાલ તો ત્યારે આવશે જ્યારે આ ટીમ આઈપીએલ-12ના રનમેદાનમાં ઉતરશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news