લંડનઃ ટીમ ઈન્ડિયાના મિશન વિશ્વ કપનો મોટો ઝટકો લાગ્યો છે. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સદી ફટકારીને ટીમને જીત અપાવનાર 'ગબ્બર' શિખર ધવન ઈજાને કારણે ટીમમાંથી બહાર થઈ ગયો છે. તે ત્રણ સપ્તાહ માટે બહાર થયો છે, પરંતુ તેને ફ્રેક્ચર છે અને તેથી લાગી રહ્યું છે કે, વિશ્વકપમાં તેની વાપસી મુશ્કેલ છે. ધવન બહાર થતાં ઘણા સવાલ ઉભા થઈ ગયા છે, હવે ટીમમાં ઓપનિંગ કોણ કરશે અને ચાર નંબર પર કોણ રમશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તમને જણાવી દઈએ કે શિખર ધવન ટીમમાંથી બહાર થયો તો તે સવાલ થઈ રહ્યો છે કે ઓપનિંગ કોણ કરશે. જો ટીમ કોમ્બિનેશનને જોઈએ તો કેએલ રાહુલ ઓપનિંગ કરી શકે છે. રાહુલ આ પહેલા પણ ઓપનિંગ કરી ચુક્યો છે. તે આઈપીએલ અને ટેસ્ટ ક્રિકેટમાં પણ ઓપનિંગ કરે છે. 


તેવામાં1 3 જૂને ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ રમાનારી મેચમાં રોહિત શર્માની સાથે ઓપનિંગ કરવા રાહુલ ઉતરી શકે છે. અત્યારે રાહુલ ચોથા ક્રમે રમી રહ્યો છે. પરંતુ બીજો સૌથી મોટો સવાલ છે જો રાહુલ ઓપનિંગ કરશે તો ચોથા ક્રમે કોણ રમશે. અત્યાર સુધી બે મેચમાં ભારતે ટીમમાં કોઈ ફેરફાર કર્યો નથી. 


તેવામાં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ દિનેશ કાર્તિક, વિજય શંકર અને કેદાર જાધવ ચોથા ક્રમે જોવા મળી શકે છે. કેદાર જાધવ હજુ ધોની બાદ છઠ્ઠા ક્રમે રમી રહ્યો છે. મહત્વનું છે કે વિજય શંકર ટીમમાં નવો છે તેવામાં વિશ્વકપ જેવી મોટી ટૂર્નામેન્ટમાં તેને તક મળે છે કે  નહીં, તેના પર સવાલ થઈ શકે છે. તો દિનેશ કાર્તિક લાંબા સમયથી ટીમની અંદર બહાર થતો રહે છે. 



વિશ્વ કપમાં ટીમ ઈન્ડિયાને ઝટકો, ઈજાગ્રસ્ત શિખર ધવન ત્રણ સપ્તાહ માટે બહાર 


પરંતુ જો તે વાતની ખાતરી થઈ જાય કે શિખર પૂરી ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ જાય છે. તો બીસીસીઆઈ તરફથી તેનું રિપ્લેસમેન્ટ માગવામાં આવી શકે છે. આ કડીમાં ધવન ટીમ સ્ક્વોડથી બહાર થવા પર શ્રેયર અય્યર અને રિષબ પંત જેવા ખેલાડીઓને તક મળી શકે છે. બંન્ને ખેલાડીઓએ આઈપીએલ અને ડોમેસ્ટિક ક્રિકેટમાં સારૂ પ્રદર્શન કર્યું છે અને પોતાની ટીમને જીત અપાવી છે. 


વિશ્વ કપમાં આ છે ભારતીય ટીમ
વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઇસ કેપ્ટન), શિખર ધવન, કેએલ રાહુલ, વિજય શંકર, એમએસ ધોની, કેદાર જાધવ, દિનેશ કાર્તિક, યુજવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, હાર્દિક પંડ્યા, મોહમ્મદ શમી, ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ, રવીન્દ્ર જાડેજા.